મુંબઈ : પોલીસે લોકોને આપી દિવાળીની ભેટ
પોલીસ પાસેથી પોતાનો ચોરાયેલો મોબાઈલ પાછો લઈ રહેલો એક યુવાન.
કલ્યાણના ખડકપાડા પોલીસે મોબાઇલચોરીની ઘટનાને ગંભીરતાથી લેતાં એક વિશેષ પોલીસ સ્ટાફ તૈયાર કરીને મોબાઇલચોરો પાસેથી મોબાઇલ જપ્ત કરી દિવાળીમાં કલ્યાણ વિસ્તારમાંથી ગુમ થયેલા અને ચોરાયેલા કુલ ૨૭ મોબાઇલ લોકોને પાછા આપ્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ૨૦૧૯ અને ૨૦૨૦માં ગયેલા મોબાઇલની તપાસ કરી લોકોને પાછા આપ્યા હતા.
તહેવારો નજીક આવતાં કલ્યાણ અને ડોમ્બિવલીમાં ચોરીની ઘટનાઓ વધી હતી, જેમાં કલ્યાણ શહેર પોલીસે વિશેષ પોલીસ સ્ટાફ મોબાઇલચોરો માટે સ્થાપિત કર્યો હતો, જેમાં પોલીસ કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત ચોરાયેલા અને ગુમ થયેલા કુલ ૨૭ મોબાઇલ દિવાળીના દિવસે લોકોને આપ્યા હતા. દિવાળીના દિવસે મોબાઇલ મળતાં લોકોએ આનંદ વ્યક્ત કરી પોલીસનું સન્માન કર્યું હતું.
ADVERTISEMENT
ખડકપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇસ્પેક્ટર અશોક પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૯-૨૦માં અનેક મોબાઇલ ચોરી અને મોબાઇલ ગુમની ફરિયાદ અમને મળી હતી, જેમાં તપાસ હાથ ધરતા અમે વિવિધ આરોપી પાસેથી ૨૭ મોબાઇલ જપ્ત કર્યા હતા. દિવાળીમાં આ મોબાઇલ તેમના માલિકને પાછા આપ્યા હતા.’

