ગઈ કાલે દીકરીનાં લગ્ન અને કન્યાદાન છોડીને મહા વિકાસ આઘાડીનો મોરચો હોવાથી ફરજ પર હાજર થયા મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકર
વિવેક ફણસળકર
મુંબઈ : તહેવારો અને ઉજવણીઓમાં ૨૪ કલાક પોલીસ તહેનાત હોય છે. અનેક વાર ઘરના પ્રસંગોમાં ગેરહાજર રહીને પોતાની ફરજ બજાવતા હોય છે. આવું જ એક ઉદાહરણ ગઈ કાલે સામે આવ્યું હતું. મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરની દીકરીનાં ગઈ કાલે મુંબઈની એક હોટેલમાં લગ્ન હતાં. જોકે મહાવિકાસ આઘાડીનો મોરચો હોવાથી કમિશનર પોતાની દીકરીનાં લગ્ન છોડીને મોરચાની સુરક્ષા માટે ફરજ પર હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી અને પોલીસ કમિશનર વિવેક ફણસળકર પણ રસ્તા પર ઊતરીને સલામતીની યોગ્ય તકેદારી રાખી રહ્યા હતા. તેમની પુત્રી મૈત્રેયીનાં ગઈ કાલે લગ્ન હોવા છતાં રજા લીધા વગર તેમણે મહાવિકાસ આઘાડીના મોરચા માટે પોતાની ફરજ બજાવી હતી.