જૂહુની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષના ઉત્સવ દરમિયાન 29 વર્ષીય એક વ્યક્તિએ 12 વર્ષની એક છોકરી સાથે કહેવાતી છેડછાડ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી અનેક કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.
Sexual Crime
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં પોલીસે(Mumbai Police) પોક્સો એક્ટ હેઠળ એક આરોપીની ધરપકડ કરી છે. હકિકતે આરોપીએ નવા વર્ષના ઉત્સવ દરમિયાન 12 વર્ષની બાળકી સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં છેડછાડ કરી હતી. અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
નવા વર્ષના અવસરે દેશના દરેક ભાગમાં પાર્ટીનો માહોલ હતો. આને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારોએ સુરક્ષાની પણ કડક તૈયારી કરી હતી. પણ આ દરમિયાન મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. હકિકતે, અહીં જૂહુની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષના ઉત્સવ દરમિયાન 29 વર્ષીય એક વ્યક્તિએ 12 વર્ષની એક છોકરી સાથે કહેવાતી છેડછાડ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી અનેક કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.
ADVERTISEMENT
શું છે આખી ઘટના?
મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં એક 12 વર્ષની છોકરી પોતાના માતા-પિતા સાથે નવા વર્ષનો ઉત્સવ ઉજવવા પહોંચી હતી. આ હોટેલમાં 29 વર્ષનો આરોપી પણ હાજર હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બાળકી નવા વર્ષનો ઉત્સવ ઉજવવા પાર્ટી લૉનમાં પહોંચી. ત્યાં જ બાળકી અને આરોપી ડાન્સ ફ્લોર પર એક સાથે હતા, ત્યારે આરોપીએ બાળકીને કહેવાતી રીતે અયોગ્ય સ્પર્શ કર્યો.
બાળકીએ તરત આ વાતની માહિતી પોતાના માતા-પિતાને આપી અને માતા-પિતાએ હોટે સ્ટાફને જઈને આની ફરિયાદ કરી. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ હોટેલ સ્ટાફ તે આરોપીને પકડવા ગયો તો આરોપી ઘટનાસ્થળેથી ભાગવા માંડ્યો. હોટેલ સ્ટાફે આરોપીને પકડીને પોલીસને આ મામલે સૂચના આપી.
આ પણ વાંચો : Mumbai: માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ
અનેક કલમો હેઠળ કેસ દાખલ
મામલે માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પર ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે હુમલો) અને યૌન ગુનાથી બાળકોના સંરક્ષણ અધિનિયમ (POCSO)ની સંબંધિત કલમો હેઠલ કેસ નોંધ્યો છે.