અનુપમ દાસ પાંચ વર્ષ પહેલા મુંબઈની એક પ્રાઈવેટ બસનો ડ્રાઈવર હતો. તેણે રસ્તામાં એક મહિલાને એકલી જતી જોઈ. તેણે બસ થોભાવી. મહિલાને પૂછ્યું ક્યાં જવું છે? પછી તેણે મહિલાને બસમાં બેસાડી અને એક સૂમસાન જગ્યાએ બસ થોભાવી મહિલાનો બળાત્કાર કર્યો.
Sexual Crime
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
2018માં બળાત્કારની એક ઘટના ઘટી. વિક્રોલીમાં મહિલાનો પ્રાઈવેટ બસની અંદર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે કેસમાં વૉન્ટેડ આરોપીની મૈસૂરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આરોપીની ઓળખ વૉટ્સએપ ડડીપી દ્વારા થઈ અને પાંચ વર્ષ બાદ તે પકડી શકાયો. અનુપમ દાસ પાંચ વર્ષ પહેલા મુંબઈની એક પ્રાઈવેટ બસનો ડ્રાઈવર હતો. તેણે રસ્તામાં એક મહિલાને એકલી જતી જોઈ. તેણે બસ થોભાવી. મહિલાને પૂછ્યું ક્યાં જવું છે? પછી તેણે મહિલાને બસમાં બેસાડી અને એક સૂમસાન જગ્યાએ બસ થોભાવી મહિલાનો બળાત્કાર કર્યો.
મહિલાએ 100 નંબર પર ફોન કર્યો. પોલીસ જ્યાં સુધી ઘટનાસ્થળે પહોંચી, આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે બસના નંબર દ્વારા આરટીઓનો સંપર્ક કર્યો. ત્યાંથી બસના માલિકનું સરનામું અને મોબાઈલ નંબર મળ્યા.
ADVERTISEMENT
વૉટ્સએપ ડીપીમાંથી શોધી કાઢી તસવીર
જ્યારે બસના માલિકની પૂછપરછ કરવામાં આવી, તો તેણે આરોપીનું નામ અને આખું સરનામું પોલીસને જણાવી દીધું. આ આસામનું એક શહેર હતું. મુંબઈ પોલીસને બસના માલિક પાસેથી આરોપીની તસવીર પણ મળી ગઈ હતી. મુંબઈ પોલીસ પછી તસવીર અને અન્ય માહિતી લઈને આરોપીના ઘરે પહોંચી, પણ તે ત્યાં ન મળ્યો. પોલીસે આસામમાં પણ આરોપીના પરિવાર પાસેથી તેની તસવીર લીધી.
પોલીસે પરિવારના મોબાઈલ નંબર અને ડીટેલ્સ શોધી
આરોપીના સંપર્કમાં કોણ-કોણ લોકો છે, તેના મિત્ર, સંબંધી વગેરે બધાના પોલીસે આ પાંચ વર્ષોમાં મોબાઈલ નંબર શોધ્યા. આ નંબરના સીડીઆર કાઢવામાં આવ્યા. સીડીઆરના ઈન્વેસ્ટિગેશનમાં એક નંબર પર શંકા થઈ, જેના પરથી આ નંબર પર સૌથી વધારે ફોન આવ્યા. ક્રાઈમ બ્રાન્ચના ઉપનિરીક્ષક રામદાસ કદમે આ વૉટ્સએપ નંબરનો ડીપી જોયો. જેમાં આ તસવીર દેખાઈ, જે પોલીસની ફાઈલમાં લાગેલી તસવીર જેવી હતી.
આ પણ વાંચો : Sikkimના નાથૂ લા બૉર્ડર વિસ્તારમાં ભારે હિમપાત, 7ના મોત 22 ઈજાગ્રસ્ત
મૈસૂરમાંથી કરી ધરપકડ
જ્યારે આ કન્ફર્મ થયું કે આ અનુપમ દાસ જ છે, તો ક્રાઈમ બ્રાન્ચ ચીફ લખમી ગૌતમ અને ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાય સાથે આ માહિતી શૅર કરવામાં આવી. ત્યાર બાદ આ વૉટ્સએપ નંબરની લોકેશન ટ્રેસ કરવામાં આવી. આ લોકેશન મૈસૂરની હતી. ક્રાઈમ બ્રાન્ચની યૂનિટ-7ની ટીમ તરત ત્યાં માટે નીકળી. ઘણાં દિવસ અહીં ટ્રેપ લગાડવામાં આવ્યું. આખરે આરોપી ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવ્યો અને તેને મુંબઈ લાવવામાં આવ્યો. તેની પૂછપરછમાં ખબર પડી કે આ પાંચ વર્ષમાં તેણે પોતાની ઓળખ બદલી લીધી હતી અને તે અલગ-અલગ નામે અલગ-અલગ કામ કરી રહ્યો હતો.