બાંદરામાં કલાનગર પાસેના લાલમિટ્ટી વિસ્તારમાં પાણીપૂરી વેચનારા ૨૧ વર્ષના કૈફ ટક્કુ ખાનને ૮ લાખ રૂપિયાના મેફેડ્રોન સાથે પકડી લેવાયો છે.
પ્રતીકાત્મક તસવીર
બાંદરામાં કલાનગર પાસેના લાલમિટ્ટી વિસ્તારમાં પાણીપૂરી વેચનારા ૨૧ વર્ષના કૈફ ટક્કુ ખાનને ૮ લાખ રૂપિયાના મેફેડ્રોન સાથે પકડી લેવાયો છે. કૈફ ટક્કુ ખાન રવિવારે મલાડના માલવણી વિસ્તારમાં ૮ લાખ રૂપિયાનું ૧૦૧ ગ્રામ મેફેડ્રોન ડિલિવર કરવા આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. કૈફ ટક્કુ ખાન સામે આ પહેલાં કોઈ કેસ નોંધાયો નથી. તે ડ્રગ કોને ડિલિવર કરવા આવ્યો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે.