કોવિડનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ પણ બધા રાજ્યોને મંગળવારે હૉસ્પિટલમાં મૉક ડ્રિલ કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.
Covid-19 Update
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-19નો (COVID) સામનો કરવા બીએમસી (BMC) હેલ્થવર્કર્સને એટલો અનુભવ થઈ ગયું છે કે હૉસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે લાગનારો સમય પણ હવે અડધો થઈ ગયો છે. આ પ્રત્યક્ષ રીતે મંગળવારે મૉક ડ્રિલમાં જોવા મળશે. સેવન હિલ્સ હૉસ્પિટલમાં મંગળવારે થયેલી મૉક ડ્રિલ દરમિયાન 6 મિનિટમાં એમ્બ્યુલેન્સમાંથી આઈસીયૂ (ICU)માં દર્દીઓને દાખલ કરવામાં હેલ્થકૅર વર્કર્સ સફળ રહ્યા. પહેલા આ પ્રક્રિયામાં ઓછામાં ઓછી 12થી 15 મિનિટ લાગી જતી હતી. પ્રશિક્ષિત અને અનુભવી ડૉક્ટર્સ અને કર્મચારીઓ કોઈપણ ભ્રમ વદર દર્દીને લાવવામાં સક્રીય હત. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા કેન્દ્ર સરકાર (Central Government)એ બધા રાજ્યોને અલર્ટ કર્યા છે. સાથે જ, કોવિડનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ પણ બધા રાજ્યોને મંગળવારે હૉસ્પિટલમાં મૉક ડ્રિલ કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.
આ હેઠળ મંગળવારે મુંબઈની સેવન હિલ્સ, જેજે અને સેન્ટ જૉર્જ હૉસ્પિટલમાં મૉક ડ્રિલ કરવામાં આવી. આ દરમિયાન સેવન હિલ્સ હૉસ્પિટલમાં દર્દી (ડમી)ને એમ્બ્યુલેન્સમાં લઈ જવામાં આવ્યા. જેવું વાહન હૉસ્પિટલના ગેટ પર પહોંચે, માત્ર છ મિનિટમાં દર્દીને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યો. આઈસીયૂમાં હાજર ડૉક્ટર્સે તરત દર્દીની સારવાર કરી અને પછીની 3 મિનિટમાં તેનું બ્લડ પ્રેશર, ઑક્સિજન લેવલ અને શરીરના તાપમાન જેવા મહત્વના ટેસ્ટ તપાસ્યા.
ADVERTISEMENT
પહેલા આઈસીયૂમાં દર્દીઓને શિફ્ટ કરવામાં ઓછામાં ઓછી 15 મિનિટ લાગતી હતી
નામ ન છાપવાની શરતે એક અધિકારીએ કહ્યું કે પહેલા હૉસ્પિટલમાં પ્રવેશ દ્વારથી આઈસીયૂમાં દર્દીને શિફ્ટ કરવામાં ઓછામાં ઓછી 15 મિનિટ લાગતી હતી. પણ, અમે આ સમને ઓછો કરવા માગતા હતા, આથી અમે પહેલાથી હૉસ્પિટલમાંથી દર્દીની માહિતી મેળવી લીધી, જેને દાખલ કરવા માટે લાવવામાં આવ્યો હતો. સારવાર કરનાર ડૉક્ટર્સને પહેલાથી દર્દીની સ્થિતિ વિશે ખબર હોય છે, આથી તેમના ઇતિહાસ વિશે વધારે પૂછપરછ કરવાની જરૂર નથી હોતી અને તરત બેડ પર સ્થળાંતરિત દર્દીની સારવાર શરૂ થાય છે. સેવન હિલ્સ હૉસ્પિટલના ઓએડી મહારુદ્ર કુંભારે કહ્યું કે હૉસ્પિટલ દરેક રીતે સામનો કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : વેઇટ ઍન્ડ વૉચ
સેવન હિલ્સ સિવાય મંગળવારે જેજે હૉસ્પિટલ અને સેન્ટ જૉર્જ હૉસ્પિટલે પણ મૉક ડ્રિલનું આયોજન કર્યું. હૉસ્પિટલના ડીન ડૉ. પલ્લવી સાપલેએ જમાવ્યું કે જેજે ફીવર ઓપીડીમાં ક્લિનિકમાં પ્રવેશથી લઈને સ્વેબ લેવા સુધી લગભદ 10 મિનિટનો સમય લાગે છે. ત્યાર બાદ દર્દીને આઇસોલેશન વૉર્ડમાં મોકલી દેવામાં આવે છે અને જો રિપૉર્ટ પૉઝિટીવ આવે છે, તો દર્દીને સેન્ટ જૉર્જ હસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અહીં પણ લગભગ 6થી 10 મિનિટના સમયમાં દર્દીને દાખલ કરવામાં આવે છે. હૉસ્પિટલમાં પ્લમોનોલૉજિસ્ટ અને ડૉક્ટર્સ સહિત લગભગ 12થી 15 કર્મચારીઓ સાથે કોવિડ દર્દીઓ માટે 60 બેડ રિઝર્વ્ડ છે. હાલ, હૉસ્પિટલમાં કોઈપણ કોવિડ દર્દી નથી.