મંગળવાર 23 મેના બૃહ્ન્મુંબઈ નગર નિગમ મુખ્યાલયમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જી20 પરિષદના ડિઝાસ્ટર મિટિગેશન વર્કિંગ ગ્રુપનો એક પ્રતિનિધિમંડળ મંગળવારે બૃહ્ન્મુંબઈ નગર નિગમ મુખ્યાલયનો પ્રવાસ કરશે.
BMC Office
પ્રતીકાત્મક તસવીર
મંગળવાર 23 મેના બૃહ્ન્મુંબઈ નગર નિગમ મુખ્યાલયમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જી20 પરિષદના ડિઝાસ્ટર મિટિગેશન વર્કિંગ ગ્રુપનો એક પ્રતિનિધિમંડળ મંગળવારે બૃહ્ન્મુંબઈ નગર નિગમ મુખ્યાલયનો પ્રવાસ કરશે. આથી બધા સભ્યોની સુરક્ષાની દ્રષ્ટિએ 11 વાગ્યા બાદ આગંતુકોને બીએમસીની ઑફિસમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે. (Mumbai no entry in BMC on May 23 after 11 am)
G20 કાઉન્સિલના ડિઝાસ્ટર મિટિગેશન વર્કિંગ ગ્રુપની બીજી બેઠક 23મેથી 25 મે 2023 સુધી મુંબઈમાં થઈ રહી છે. આ વર્કિંગ ગ્રુપનું પ્રતિનિધિમંડળ 23 મેના બૃહ્ન્મુંબઈ નગર નિગમ મુખ્યાલયનો પ્રવાસ કરશે. પ્રતિનિધિમંડળ આપાત સ્થિતિ વિશે માહિતી મેળવવાનું છે નગર નિગમ મુખ્યાલય સ્થિત આપદા પ્રબંધન કક્ષમાં જઈને નગર નિગમના પ્રબંધન કાર્યોની માહિતી લીધી.
ADVERTISEMENT
મુખ્યાલયનું હેરિટેજ વૉક પણ કરવા જઈ રહ્યા છે. કારણકે જી-20 પ્રતિનિધિમંડળમાં મહત્વપૂર્ણ વ્યક્તિ સામેલ છે, આથી નગર નિગમ પ્રશાસે આને પણ બધા સભ્યોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા મંગળવાર 23 મે, 2023ના રોજ સવારે 11 વાગ્યા બાદ આગંતુકોને નગર નિગમની મેઈન ઑફિસમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. રોજિંદા કામકાજ માટે ઑફિસનો સમય 9.45 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો છે. ત્યાર બાદ મુખ્યાલયમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે.
આ પણ વાંચો : `રેડ લાઈટ એરિયા કિધર હૈ`, ઑટોવાળાને પૂછતાં જ UPથી મુંબઈ આવેલ કપલની થઈ ધરપકડ
આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરે છે. આ હેઠળ વિભિન્ન વિષયો પર દેશના વિભિન્ન શહેરોમાં જી-20 દેશોના કાર્યકારી સમૂહોની બેઠકો આયોજિત કરવામાં આવી રહી છે. આ હેઠળ મંગળવારે 23 મેથી ગુરુવારે 25 મે 2023 સુધી મુંબઈમાં `ઇમરજન્સ રિસ્ક મિટિગેશન` પર જી-20 દેશોના વર્કિંગ ગ્રુપની બેઠક હશે.