મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalakshmi Racecourse)ની 211 એકર જમીનમાંથી આ પાર્ક 120 એકર જમીનમાં ન્યુયોર્ક અને લંડનના પાર્કની તર્જ પર વિકસાવવામાં આવશે
મહાલક્ષ્મી રેસકોર્સ
કેબિનેટની બેઠકે મુંબઈ (Mumbai News)માં 120 એકરના મહાલક્ષ્મી રેસ કૉર્સમાં બીએમસી દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણના મુંબઈ સેન્ટ્રલ પાર્કના વિકાસને પણ મંજૂરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalakshmi Racecourse)ની 211 એકર જમીનમાંથી આ પાર્ક 120 એકર જમીનમાં ન્યુયોર્ક અને લંડનના પાર્કની તર્જ પર વિકસાવવામાં આવશે.
આ પ્લોટ સરકાર દ્વારા બીએમસી (Mumbai News)ને સોંપવામાં આવશે અને બીએમસી દ્વારા જાહેર જનતા માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુંબઈ સેન્ટ્રલ પાર્ક (Mumbai News) વિકસાવવામાં આવશે. ભાડે આપેલા પ્લોટ પરનો કરાર 1લી જૂન 2013થી વાસ્તવિક કબજો મેળવવાની તારીખ સુધીના સમયગાળા માટે રહેશે. આ પ્લોટ લીઝના નવીકરણ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. એ જ રીતે, ઉપરોક્ત સમયગાળા માટે ચૂકવવામાં આવનારી રકમનો તફાવત બૃહન્મુંબઈ મહાનગર પાલિકા દ્વારા મહેસૂલ અને વન વિભાગ દ્વારા નિર્ધારિત દર મુજબ વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
મહેસૂલ વિભાગના 23 જૂન 2017ના સરકારી નિર્ણય મુજબ, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા એક્ટ, 1888ની અનુસૂચિ ‘W’માં આનુષંગિક જોગવાઈઓને મહાલક્ષ્મી રેસકોર્સ, વિવિધ વ્યાયામશાળાઓ અને સમાન જમીનોને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
મહાલક્ષ્મી રેસકોર્સમાં થીમ પાર્ક બનાવવા ક્લબના મેમ્બરોની મંજૂરી
મુંબઈની આગવી ઓળખના ભાગ જેવી જે કેટલીક મહત્ત્વની જગ્યાઓ છે એમાંની એક એટલે મહાલક્ષ્મીમાં આવેલું રેસકોર્સ. અહીં વર્ષોથી ઘોડાની રેસ યોજાય છે અને હવે થીમ પાર્ક બનવા જઈ રહ્યો છે. એ માટે રેસકોર્સની મૂળ સંસ્થા રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબના સભ્યોએ મંજૂરી આપી દીધી છે. ક્લબના ૭૬ ટકા સભ્યોએ થીમ પાર્કની તરફેણમાં મતદાન કર્યું હતું.
ટર્ફ ક્લબની ૬ ડિસેમ્બરની બેઠકમાં રેસકોર્સનું રીડેવલપમેન્ટ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો હતો. ૧૮ જાન્યુઆરીએ બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલે એ માટેનો પ્રસ્તાવ ક્લબ મૅનેજમેન્ટ સામે મૂક્યો હતો. ત્યાર બાદ ૨૭થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન એ માટે ઈ-વોટિંગ રાખવામાં આવ્યું હતું. ક્લબના કુલ ૧૮૦૦ મેમ્બર છે. એમાંથી ૭૦૮ મેમ્બરોએ મતદાન કર્યું હતું. ૫૪૦ મત થીમ પાર્ક બનાવવાની તરફેણમાં, જ્યારે ૧૬૮ મત એની વિરુદ્ધમાં પડ્યા હતા.
મૂળમાં ટર્ફ ક્લબને એ જમીન ૧૯૧૪માં લીઝ પર આપવામાં આવેલી. એ લીઝ ૨૦૧૩માં જ પૂરી થઈ ગઈ છે. એ પછી એ લીઝ લંબાવાઈ નથી. હાલની રેસકોર્સની ૨૨૬ એકર જમીન પરથી માત્ર ૧૨૦ એકર જમીન પર જ થીમ પાર્ક બનાવવાની યોજના છે.મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્ક બનાવવાના પ્રસ્તાવને રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ એવો આક્ષેપ કર્યો છે કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નજીકના ડેવલપર દ્વારા ક્લબ મૅનેજમેન્ટ પર એ માટેનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા દબાણ કરાઈ રહ્યું છે અને ધમકીઓ પણ અપાઈ રહી છે. રેસકોર્સની એ ઓપન સ્પેસ સીએમના બિલ્ડરમિત્રને ન આપી દેવાય એ માટે અમે સંઘર્ષ કરીશું.’

