થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)એ જાહેરાત કરી છે કે આવતી કાલે થાણેના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)એ બુધવારે જાહેરાત કરી હતી કે શુક્રવાર, સપ્ટેમ્બર 8 ના રોજ આવશ્યક અને તાત્કાલિક જાળવણી અને સમારકામના કામો માટે થાણેના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો 24 કલાક માટે સ્થગિત કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન, ઘોડબંદર રોડ, લોકમાન્ય નગર, વર્તક નગર, સાકેત, ઋતુપાર્ક, ગાંધીનગર, રૂસ્તમજી, ઇન્દિરા નગર, રૂપદેવી, શ્રીનગર, સિદ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, મુંબ્રા અને કાલવા સમતા નગરના કેટલાક ભાગોમાં 24 કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. .
ADVERTISEMENT
TMC (Thane Municipal Corporation)ના એડિશનલ કમિશનર સંદીપ માલવીએ જણાવ્યું હતું કે, "શટડાઉનને કારણે, જ્યાં સુધી પાણીનો પુરવઠો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આગામી એકથી બે દિવસ સુધી ઓછા દબાણનો પાણી પુરવઠો રહેવાની શક્યતા છે." TMCના પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પાણીનો યોગ્ય સ્ટોક રાખવા અને થાણે નાગરિક સંસ્થાને સહકાર આપવા અપીલ કરી છે.
ગુરુવારે સવારે એટલે કે જન્માષ્ટમી પર મુંબઈ અને થાણે જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે શહેર માટે 7 સપ્ટેમ્બરથી શનિવાર સુધી ગ્રીન એલર્ટ અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDની આગાહી મુજબ, 7 સપ્ટેમ્બરથી ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ, ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ વિદર્ભ સહિત મહારાષ્ટ્રના તમામ પ્રદેશોમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે.
આજે જન્માષ્ટમીના દિવસે થાણેમાં દહીં હાંડીની ઉજવણી કરાવમાં આવી હતી. થાણેમાં ગુરુવારે સવારે દહીં હાંડી (Dahi Handi) ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી હજારો લોકો આ તહેવારને ઉજવવા માટે એકઠા થયા હતા. ગોવિંદાઓના ચહેરા પર અનોખો જ હરખ છલકાઈ રહ્યો હતો.
જો પાણીને લઈ વસઈ-વિરારની વાત કરીએ તો વસઈ વિરારમાં એમએમઆરડીએ દ્વારા સૂર્યા પાણી પ્રોજેક્ટમાંથી જલદી જ 185 એમએલડી પાણી આપવામાં આવશે, જેની ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત કરાઈ હતી. એથી લોકો પણ ખૂબ આશાએ રાહ જોતા હતા, પણ કોઈ ને કોઈ કારણસર આ પાણી પહોંચી રહ્યું નહોતું, પરંતુ વાસ્તવમાં હાલમાં તો ફક્ત દરરોજ 70 મિલ્યન લિટર્સ પાણી જ મળવાનું છે. જ્યારે બાકીની પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થવામાં હજી થોડો સમય લાગશે. એથી પૂર્ણ ક્ષમતાથી પાણી મળવામાં વિલંબ થવાનો છે તેમ જ પાણી લાવવા માટે 10 કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇનના ચૅનલનું 88 કરોડ રૂપિયાનું કામ હજી પૂર્ણ થયું ન હોવાનું બહાર આવ્યું છે. આ કામગીરી ઑક્ટોબરના અંત સુધી થવાની હોવાથી પાણી માટે વધુ રાહ જોવી પડશે.