Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘરે જવાના હરખમાં ઈન્ડિગો ફ્લાઈટમાં કરી દારૂ પાર્ટી, હંગામા બાદ પોલીસે કરી ધરપકડ

ઘરે જવાના હરખમાં ઈન્ડિગો ફ્લાઈટમાં કરી દારૂ પાર્ટી, હંગામા બાદ પોલીસે કરી ધરપકડ

Published : 23 March, 2023 10:17 AM | Modified : 23 March, 2023 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દુબઈ થી મુંબઈ (Dubai to Mumbai flight)જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)માં નશાની હાલતમાં બે મુસાફરોએ કેબિન ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


દુબઈ થી મુંબઈ (Dubai to Mumbai flight)જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)માં નશાની હાલતમાં બે મુસાફરોએ કેબિન ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ બંને મુસાફરોની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે એરલાઈન ઈન્ડિગો વતી ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ એફઆઈઆર નોંધીને બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અહીં તેને કોર્ટમાંથી કેસમાં જામીન મળી ગયા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર, “બંને આરોપીઓ કોલ્હાપુર અને પાલઘરના નાલાસોપારાના રહેવાસી છે. તેઓ એક વર્ષ ગલ્ફ કન્ટ્રીમાં કામ કર્યા બાદ પરત ફરી રહ્યા હતા.” અધિકારીએ જણાવ્યું કે બંને આરોપીઓ દેશ પરત ફરવાની ખુશીમાં દારૂ પી રહ્યા હતા. તેમના નામ છે દત્તાત્રેય બાપર્ડેકર અને જોન જ્યોર્જ ડિસોઝા. એક પોલીસ અધિકારીએ કહ્યું, જ્યારે અન્ય મુસાફરોએ તેમના હંગામા સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેઓએ તેમની અને દખલ કરનાર ક્રૂ સભ્યો સાથે દુર્વ્યવહાર કર્યો હતો.



સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336 (અન્યના જીવન અથવા સલામતીને જોખમમાં મૂકે છે) અને ઉડ્ડયન નિયમોની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો: હવામાં હાર્ટ એટેક આવે તો...?બેંગકોકથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં બન્યો અણબનાવ

આ વર્ષે પ્લેનમાં દુર્વ્યવહારની આ સાતમી ઘટના છે


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે કોઈ પેસેન્જર દ્વારા બોર્ડમાં ગેરવર્તન કરવાની આ સાતમી ઘટના છે. અગાઉ, 11 માર્ચે, લંડન-મુંબઈ ફ્લાઈટના ટોઈલેટમાં ધૂમ્રપાન કરવા અને તેની ઈમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK