Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: સાઉથ મુંબઈથી દહિસર, મીરા-ભાઈંદર હવે પહોંચી શકાશે માત્ર 10 મિનિટમાં

Mumbai News: સાઉથ મુંબઈથી દહિસર, મીરા-ભાઈંદર હવે પહોંચી શકાશે માત્ર 10 મિનિટમાં

Published : 12 July, 2023 10:59 AM | Modified : 12 July, 2023 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દહિસરથી મીરા-ભાઈંદર (Dahisar To Mira road)વચ્ચેનો એલિવેટેડ લિંક રોડ મહત્વપૂર્ણ છે. આ રોડના નિર્માણથી મુંબઈથી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, પાલઘર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

ફાઈલ ફોટો (તસવીર: પ્રદિપ ધિવર)

ફાઈલ ફોટો (તસવીર: પ્રદિપ ધિવર)


દહિસરથી મીરા-ભાઈંદર (Dahisar To Mira road) વચ્ચે એલિવેટેડ લિંક રોડ બનાવવા માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. આનાથી આ એલિવેટેડ લીંક રોડના નિર્માણનો માર્ગ મહદ અંશે સાફ થઈ જશે. અગાઉ BMCએ પ્રોજેક્ટ માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ કોઈ કંપનીએ રસ દાખવ્યો ન હતો. BMCના ડેપ્યુટી કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું કે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ મંગળવાર હતી. ત્રણ કંપનીઓ જે કુમાર, એલએન્ડટી, એફકોન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ટેન્ડર ભર્યા છે. આ ત્રણમાંથી કોઈપણ એકને કામ સોંપવામાં આવશે. આ પ્રોજેક્ટના નિર્માણ બાદ 45 મિનિટ જેટલો સમય લાગે છે તે પ્રવાસ માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. BMCને દહિસર-મીરા-ભાઈંદર એલિવેટેડ લિંક રોડનું કામ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ કરવાની આશા છે. BMC આ પ્રોજેક્ટ પર રૂ. 3186 કરોડ ખર્ચવાનો અંદાજ છે. જોકે, આખરી કિંમત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નક્કી કરવામાં આવશે. BMC મુંબઈ (BMC Mumbai)અને MMR વચ્ચે રોડ સર્વિસને બહેતર બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.


દહિસરથી મીરા-ભાઈંદર (Dahisar To Mira road)વચ્ચેનો એલિવેટેડ લિંક રોડ મહત્વપૂર્ણ છે. આ રોડના નિર્માણથી મુંબઈથી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, પાલઘર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.



રોડ આ રીતે જોડવામાં આવશે


દહિસરથી મીરા-ભાઈંદર(Dahisar To Mira road) વચ્ચેની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે, દહિસર પશ્ચિમ ભાગને ગલ્ફ રોડથી ભાઈંદર પશ્ચિમમાં સ્થિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેદાન સાથે ફ્લાયઓવર દ્વારા જોડવામાં આવશે. આ માટે BMCએ સોલ્ટ પેન વિભાગની જગ્યા હસ્તગત કરવી પડશે. તેના માટે વધારાના 400 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ત્યારબાદ 120 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવશે.

મીરા ભાઈંદરને નરીમાન પોઈન્ટ સાથે સીધું જોડવામાં આવશે


આ લિંક રોડના નિર્માણથી દહિસર-મીરા-ભાઈંદર વચ્ચેનું અંતર ઘટશે અને મુંબઈ (Mumbai)સાથેની કનેક્ટિવિટી પણ વધશે. ટ્રાફિકની સમસ્યા દૂર થતાં મુસાફરોના સમયની સાથે સાથે ઈંધણની પણ બચત થશે. મીરા-ભાઈંદરને દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ સાથે સીધું જોડવામાં આવશે. નરીમાન પોઈન્ટથી વરલી સી લિંક સુધી કોસ્ટલ રોડ, ત્યાંથી સી લિંક થઈને બાંદ્રા, પછી બાંદ્રાથી વર્સોવા, વર્સોવાથી કાંદિવલી થઈને દહિસર સુધી રોડ બનાવવામાં આવશે.

ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

BMCએ દહિસરથી ભાયંદર(Dahisar To Mira road)સુધી 5.3 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાની યોજના બનાવી છે. જેમાંથી 1.5 કિલોમીટર લાંબો રોડ BMC વિસ્તારમાં (મુંબઈ) આવશે, જ્યારે 3.5 કિલોમીટર લાંબો રોડ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવશે. આ રોડની પહોળાઈ 45 મીટર હશે. તે બંને બાજુથી 4-4 લેનનું હશે. આ રોડ કંદેરપારા મેટ્રો સ્ટેશન લિંક રોડ દહિસર પશ્ચિમથી શરૂ થશે. ઉત્તન રોડ પાસેના સુભાષ ચંદ્ર બોઝ ગ્રાઉન્ડથી ભાયંદર પશ્ચિમ સુધી જશે. આ રોડ પરથી રોજના 75 હજાર વાહનોની અવરજવર અપેક્ષિત છે. આ સાથે દહિસર ચેક નાકા પર ટ્રાફિકનું ભારણ લગભગ 35 ટકા ઘટશે.    

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2023 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK