Coronavirus: MMRDAમાં Covid-19 કૅર સેન્ટરનાં બીજા તબક્કાનું બાંધકામ શરુ
બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં મેક શિફ્ટ Covid-19 હૉસ્પિટલ.
બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં મેક શિફ્ટ Covid-19 હૉસ્પિટલનો પહેલો તબક્કો પુરો થયા પછી મુંબઇ મેટ્રોપૉલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ બેઝ વર્ક અને ગ્રાઉન્ડ લેવલિંગની કામગીરી શરૂ કરી છે. બીજા તબક્કામાં 1000 બેડની સવલત અહીં ખડી કરાશે. આ સવલત અત્યારનાં પહેલા તબક્કા કરતા આગળ હશે. પહેલા તબક્કાની કામગીરી બાદ મેકશિફ્ટ હૉસ્પિટલને BMCને સોમવારે સોંપવામાં આવી હતી.
ફેઝ ટુમાં 100 ICU બેડ્ઝ હશે જ્યારે બાકીનાં 1000 બેડ્ઝને ઓક્સિજન અને નોન-ઓક્સિજન ફેસિલિટીમાં વહેંચવામાં આવશે. બીજા તબક્કાની સવલત ક્રિટિકલ સિમ્પ્ટોમેટિક દર્દીઓની સારવાર કરશે.18મી મેનાં રોજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધિત કરતાં મેટ્રોપોલિટન કમિશન આરએ રાજીવની પ્રસંશા કરી હતી. તેમના પ્રયાસો અને ઝડપી કામગીરીને તેમણે બિરદાવી હતી કારણકે મેકશિફ્ટ હૉસ્પિટલ બહુ ઝડપથી ખડી કરાઇ.
ADVERTISEMENT
હૉસ્પિટલ સોંપવાની કામગીરીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે, મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, મિનિસ્ટર ઑફ સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ એકનાથ શિંદે, રેવન્યુ મિનિસ્ટર બાલાસાહેબ થોરાટ, મુંબઇ સબર્બન ગાર્ડિયન મિનિસ્ટર આદિત્ય ઠાકરે, મહારાષ્ટ્ર ચિફ સેક્રેટરી અજોય મેહતા અને BMC કમિશનર આઇ એસ ચહલ હાજર રહ્યા હતા.

