Mumbai News: જો PoP પણ એકવાર નેગેટિવ લિસ્ટમાં મુકાઇ જશે ત્યારબાદ તેને ખરીદવા માટે અપ્રુવ લેવાની જરૂર પડશે. કોર્ટે આ પ્રકારની મૂર્તિઓનું કુદરતી સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
Mumbai News: તાજેતરમાં જ માઘી ગણેશઉત્સવનું આયોજન થયું હતું જેમાં ઠેર ઠેર પંડાલોમાં પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલ મૂર્તિઓ લાવવામાં આવી હતી, જેના વિસર્જનને લઈને બોમ્બે હાઇકોર્ટે આકરું વલણ દાખવ્યું હતું. કોર્ટે આ પ્રકારની મૂર્તિઓનું કુદરતી સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
30 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટે (Mumbai News) સમુદ્ર, સરોવરો, ખાડીઓ અને અન્ય કુદરતી જળ સંસાધનોમાં પીઓપી મૂર્તિઓના વિસર્જન પર રોક લગાવી હતી. આ સાથે જ આ પ્રકારની મૂર્તિઓના ઉત્પાદન, ઉપયોગ અને સંગ્રહ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ બાદ મુંબઈમાં માઘી ગણેશની મૂર્તિઓને બીએમસી અને પોલીસે સમુદ્ર અને ખાડીમાં વિસર્જન કરતા અટકાવી દીધી હતી. જેના કારણે મુંબઈમાં ભારે હંગામો થયો હતો.
ADVERTISEMENT
આ મુદ્દે ભારે વિવાદ થતાં યુનિયન સેક્રેટરી સુરેશ શર્માએ કહ્યું હતું કે, "અમારો ઈરાદો હાઈકોર્ટના નિર્દેશોની અવગણના કરવાનો નથી, પરંતુ અમે નિર્દેશો સાથે સહમત નથી કારણ કે અમને અગાઉથી કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.
PoPને `નેગેટિવ` લિસ્ટમાં મુકાશે
હવે કોર્ટ બાદ બીએમસીએ (Mumbai News) પણ લાલ આંખ કરી હોવાનું સામે આવ્યું છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "અમે ટૂંક જ સમયમાં PoPને `નેગેટિવ` લિસ્ટમાં મૂકવા જઈ રહ્યા છીએ. `નેગેટિવ` લિસ્ટ એટલે કે એવી વસ્તુઓની લિસ્ટ કે જેને ખરીદવા માટે પરવાનગી લેવાની જરૂર રહે છે. આ પ્રકારની વસ્તુ તમે જાહેરમાં વેચી કે ખરીદી શકતા નથી. હવે, જો PoP પણ એકવાર નેગેટિવ લિસ્ટમાં મુકાઇ જશે ત્યારબાદ તેને ખરીદવા માટે અપ્રુવ લેવાની જરૂર પડશે.
અને એ પણ ધ્યાન રહે કે જો તમે આ પ્રકારની મૂર્તિઓને ખરીદવાની ઈચ્છા ધરાવો છો તો તમારે તેની ખરીદી કરતી વખતે લખીને જણાવવું પડશે કે તમારે આ મૂર્તિનું શું કામ છે?
વળી, આ મૂર્તિકારોને તો મૂર્તિ બનાવવા માટે પીઓપી ઉપલબ્ધ જ નહીં કરાવવામાં આવે. તે જ સમયે, પીઓપી (Mumbai News) વિક્રેતાઓને પણ મંજૂરી જોયા પછી જ પીઓપી આપવાની સૂચના આપવામાં આવશે, નહીં તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ આખરે પીઓપી મૂર્તિઓ પર ધીમે ધીમે મીડું મુકાઇ જશે.
સિવિક બોડીના અધિકારીએ જણાવ્યું હતું કે, "બીએમસીએ એક બાંયધરી દ્વારા મંડળોને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું હતું જેમાં PoP મૂર્તિઓના ઉપયોગને મંજૂરી આપવામાં આવી નથી. તેના આધારે, અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી, અને BMC દ્વારા માઘી ગણેશની મૂર્તિઓની પરવાનગી આપવામાં આવી હતી”
જોકે, પીઓપી અંગે હજી કોઈ અંતિમ નિર્ણય (Mumbai News) લેવામાં આવ્યો નથી. માટે જ ઓગસ્ટમાં શરૂ થઈ રહેલા ગણેશોત્સવ પર લટકતી તલવાર જ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન લાખો મૂર્તિઓ બનાવવામાં આવે છે. દરેક વસ્તુ પર નજર બીએમસી નજર રાખી શકશે કે કેમ એ બહુ જ મોટો પ્રશ્ન છે.

