BJP MLA Firing: પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી.
શિવસેના નેતા મહેશ ગાયકવાડ
કી હાઇલાઇટ્સ
- ભાજપના ધારાસભ્ય પર અન્ય નેતા પર ગોળી ચલાવવાનો આરોપ
- શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર પોલસ સ્ટેશનમાં ગોળીબાર
- પોલીસે નેતા સહિત ત્રણની કરી ધરપકડ
BJP MLA Firing: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની પાર્ટીના નેતા પર ભાજપના ધારાસભ્ય દ્વારા ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ફાયરિંગની આ ઘટના પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.