Mumbai News: બપોરના સમયે મુલુંડની કોર્ટના રૂમ નંબર 27માં જ્યારે કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સાપ નજરે ચઢ્યો હતો
સાપની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai News)ની મુલુંડમાં આવેલી મેજિસ્ટ્રેટ કોર્ટની ચેમ્બરમાં એક એવી ઘટના બની હતી કે જેણે કોર્ટની કામગીરી ઠપ કરાવી દીધી હતી. હા, તમે બરાબર જ વાંચ્યું છે. મુલુંડની કોર્ટમાં મોટો સાપ જોવા મળ્યો હતો. સાપ જોતાં જ કોર્ટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સાપ દેખાતા હોબાળો મચી ગયો હતો. આ જ સાપને કારણે કોર્ટમાં લગભગ એક કલાક સુધી કામકાજ ખોરવાઇ ગયું હતું.
બે ફૂટ લાંબો સાપ ફાઈલો વચ્ચે ફરતી જોવા મળ્યો
ADVERTISEMENT
Mumbai News: બપોરના સમયે કોર્ટના રૂમ નંબર 27માં જ્યારે કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સાપ નજરે ચઢ્યો હતો. ફાઈલોનો ઢગલો હતો તેની પરથી સાપ ફરતો જોવા મળ્યો હતો. અચાનક જ્યારે હાજર પોલીસકર્મીએ બે ફૂટ લાંબો સાપ જોયો ત્યારે જ આખા રૂમની અંદર ડર ફેલાઈ ગયો હતો.
કલાકો સુધી કાર્યવાહી ખોરવાઇ
મસમોટો સાપ દેખાયા બાદ કોર્ટની કામગીરી તો બાજુમાં રહી પણ સહુકોઈ એ સાપને ખોળવા લાગી ગયા હતા. સાપ દેખાયા બાદ સાપ પકડનારાઓને બોલાવી લેવામાં આવ્યા હતા. તાબડતોબ સાપ પકડનારાઓ આવી જતાં તેઓએ જૂની ફાઈલોથી ભરેલા આ રૂમમાં ફાઈલોની વચ્ચે સંતાયેલા સાપને શોધી કાઢ્યો હતો અને તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. (Mumbai News) આ સમયે કોર્ટનો સ્ટાફ તેમજ વકીલો ચીસો પાડીને કોર્ટરૂમમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, સાપને શોધવામાં અને તેનું રેસ્ક્યૂ કરવામાં સારો એવો સમય લાગી જવાને કારણે બધુ વ્યવસ્થિત થયા ત્યારબાદ થોડા કલાકો બાદ ફરી કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
શા કારણોસર સાપ અવારનવાર નજરે ચઢે છે?
તમને જણાવી દઈએ કે આ રીતે કોર્ટ પરિસરમાં સાપ દેખાવની ઘટના કઇ પહેલીવાર બની હોય એવું જરાય નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ બની જ છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ સાપ ઝેરી નથી અને નજીકનાં ખેતરોમાં વસવાટ કરે છે. માટે જ વારંવાર મહેમાન થઈને તેઓ કોર્ટમાં આવી ચડતા હોય છે. નજીકમાં રહેતા એડવોકેટ નિકેશ ઠાકુરે જણાવ્યું હતું કે કોર્ટ પરિસરની પાછળનો વિસ્તાર એક સમયે જંગલ વિસ્તાર હતો.
અગાઉ પણ અહીં આવી ઘટનાઓ બની ગઈ હતી
આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે મુલુંડ સ્થિત કોર્ટની ચેમ્બર ઝાડી-ઝંખરાઓથી ઘેરાયેલી છે. આ જ કારણોસર તેમાં અનેક સરીસૃપ જીવો ભરાઈ રહેતા હોય છે, પરિણામે આવી ઘટનાઓ (Mumbai News) સામે આવતી હોય છે. એક દિવસ પહેલા તો આ ચેમ્બરની બારી પર સાપ જોવા મળ્યો હતો અને બે મહિના પહેલાની વાત કરીએ તો સાપ જજની ચેમ્બરમાં પણ ઘૂસી ગયો હતો.