Mumbai News: આ વ્યક્તિને ગટરના ખાડામાંથી બહાર કાઢીને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી દર્દનાક સમાચાર (Mumbai News) સામે આવી રહ્યા છે. મલાડ વિસ્તારમાં 39 વર્ષીય એક વ્યક્તિ રોડ સાઇડમાં આવેલ ગટરમાં પડી ગઈ હતી. ત્યારબાદ વીજ કરંટ લગવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
કયા એરિયામાં આ ઘટના બની?
ADVERTISEMENT
આ મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મળતી માહિતી અનુસાર મલાડના ત્રિવેણી નગરમાં બુધવારે રાત્રે આ ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે 39 વર્ષીય વ્યક્તિની ઓળખ કમલેશ ચંદ્રકાંત શિતાબ તરીકે થઈ છે. આ વ્યક્તિ ગટરમાં પડી જતાં મૃત્યુને ભેટી છે.
કેટલો ઊંડો હતો આ ખાડો?
Mumbai News: પ્રાપ માહિતી અનુસાર લગભગ 25 ફૂટ ઊંડા અને 10 ફૂટ પહોળા રસ્તાની બાજુના આવેલ ગટરમાં આ વ્યક્તિ પડી ગઈ હતી. હોસ્પિટલ લઈ જતાં જ મૃત જાહેર કરાઇ હતી. આ મામલે સિવિક બૉડી પાસેથી મળતી માહિતી અનુસાર "વીજ કરંટ લાગવાને કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લગભગ 25 ફૂટની ઊંડાઈ અને 10 ફૂટની પહોળાઈ ધરાવતો આ ખાડો રસ્તાની બાજુમાં જ આવેલો હતો. બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ આસપાસના લોકોએ તેને બહાર કાઢ્યો હતો. જોકે, આ વ્યક્તિને ગટરના ખાડામાંથી બહાર લાવવામાં આવ્યો હતો પરંતુ તેને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે તેને મૃત જાહેર કર્યો હતો.
ભાંડુપમાં પણ નાળામાં પડી જવાથી બાળકનું મોત
આ સાથે જ મુંબઈ (Mumbai News)ના ભાંડુપ વિસ્તારમાંથી પણ દર્દનાક સમાચાર સામે આવ્યા હતા. જેમાં માત્ર 18 મહિનાના બાળકનું ખુલ્લા નાળામાં પડી જવાને કારણે મોત નીપજ્યું હતું. આ માહિતી પણ સિવિક બૉડીના અધિકારીએ 12 નવેમ્બરે આપી હતી. આ ઘટના 10 નવેમ્બરે સાંજે 6.20 વાગ્યે ગાંવદેવી રોડ પર મૌર્ય હોલ પાસે બની હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સિવિક બૉડીના અધિકારીએ જણાવ્યા અનુસાર, “ક્રિષ્ના ઓમપ્રકાશ ગુપ્તા નામના બાળકનું ખુલ્લી ગટરના ખાડામાં પડી ગયું હતું. તેને બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જોકે, ત્યાંના ડૉક્ટરોએ આ બાળકને મૃત જાહેર કર્યું હતું. આ ગટરનો ખાડો ભલે નાનો હતી પરંતુ તે ગટર ખુલ્લી હોવાને કારણે આ ગોઝારી ઘટના બની હતી. જે પરિસરમાં આ ઘટના બની ત્યાં આ પ્રકારે સ્થાનિકોએ ગંદા પાણીના નિકાલ માટે પોતપોતાના ઘરની નજીક ખાડાની વ્યવસ્થા કરી હતી.”
તમને જણાવી દઈએ કે આ બાળક ગટરના ખાડાનો જે ભાગ ખુલ્લો હતો તેમાં પડી ગયો (Mumbai News) હતો. ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.