નવા વર્ષના સ્વાગત માટે પશ્ચિમ અને મધ્ય રેલવેની વધારાની લોકલ ટ્રેનો દોડશે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં 12 વધારે લોકેશન જાહેર કરવામાં આવશે. વધારે ટ્રેનો 31 ડિસેમ્બરની રાતથી 1 જાન્યુઆરીની સવાર સુધી દોડશે.
મુંબઈની લોકલ ટ્રેન (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- મધ્ય અને પશ્ચિમ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો
- નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વધુ ખાસ ટ્રેનો દોડાવવાનો મધ્ય અને પશ્ચિમ રેલવેનો નિર્ણય
- 12 સ્પેશિયલ ટ્રેનો દોડશે નવા વર્ષનૂૂ પૂર્વ સંધ્યાથી નવા વર્ષની સવાર સુધી...
પોલીસ તરફથી પણ નવા વર્ષ માટે કડક સરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
31 ડિસેમ્બરના મુંબઈમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024ને વિદાય આપવા માટે અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે મુંબઈગરાંઓ બહાર ફરવા જતાં હોય છે. જો કે, લોકલ ટ્રેન અડધી રાતે બંધ થઈ જાય છે, આથી સવારની પહેલી લોકલની રાહ જોવી પડતી હોય છે. જો કે, આ વર્ષે 31 ડિસેમ્બરના મુંબઈગરાં આખી રાત ટ્રેનનો પ્રવાસ કરી શકશે, કારણકે 31 ડિસેમ્બરના વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેએ સ્પેશિયલ લોકલ દોડાવવાનો નિર્ણય લીધો છે. (Mumbai Local Train News: 12 Special Trains to run on new year to manage Rush in this festive times)
ADVERTISEMENT
નવા વર્ષના સ્વાગત માટે પશ્ચિમ અને મધ્ય રેલવેની વધારાની લોકલ ટ્રેનો દોડશે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં 12 વધારે લોકેશન જાહેર કરવામાં આવશે. વધારે ટ્રેનો 31 ડિસેમ્બરની રાતથી 1 જાન્યુઆરીની સવાર સુધી દોડશે. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ અને વિરાર વચ્ચે 8 વધારાની લોકલ ટ્રેનો દોડશે. તો મધ્ય રેલવેમાં 4 વધારાની લોકલ દોડાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી કલ્યાણ અને પનવેલ સુધી દોડશે. પશ્ચિમ રેલવેની સ્પેશિયલ ટ્રેન 31 ડિસેમ્બરના દોડશે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બર 2024ના મોડી રાતે અને પહેલી જાન્યુઆરીના સારે 12.15 વાગ્યે વિરારથી રવાના થશે અને 1.52 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ત્યાર બાદ એક વધુ ટ્રેન 12.45 વાગ્યે વિરારથી રવાના થશે અને 2.22 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ત્રીજી સ્પેશિયલ ટ્રેન 1.40 વાગ્યે વિરારથી રવાના થશે અને 3.17 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. આ બધી સ્પેશિયલ ટ્રેનો દરેક સ્ટેશને થોભશે. પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને રિક્વેસ્ટ કરી છે કે તે આને ધ્યાનમાં રાખે, આ સેવાઓનો લાભ લે અને સુરક્ષિત યાત્રા કરે.
નવા વર્ષની પૂર્વ સંધ્યા ઉજવનારા પ્રવાસીઓની સુગમ યાત્રા માટે મધ્ય રેલવેએ ગુરુવારે 31 ડિસેમ્બર, 2024 અને 1 જાન્યુઆરી, 2025ની મધરાત દરમિયાન ચાર સ્પેશિયલ ટ્રેન સેવાઓના સંચાલનની જાહેરાત કરી છે. CRએ એક ઑફિશિયલ નિવેદનમાં કહ્યું કે આ સેવાઓ મેન લાઈન અને હાર્બર લાઈન બન્ને પર દોડશે, જે મોડી રાતે પ્રવાસીઓની અપેક્ષિત ભીડને ઘટાડવામાં મદદ કરશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી 1.30 વાગ્યે રવાના થશે અને સવારે 3 વાગ્યે કલ્યાણ પહોંચશે. કલ્યાણથી 1.30 વાગ્યે એક ટ્રેન CSMT જવા માટે રવાના થશે અને સવારે 3.00 વાગ્યે CSMT પહોંચશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી સવારે 01:30 વાગ્યે નીકળશે અને 2.50 વાગ્યે પનવેલ પહોંચશે. પનવેલથી ટ્રેન 01.30 કલાકે રવાના થશે અને 2.50 કલાકે સીએસએમટી સ્ટેશને પહોંચશે. સીઆરએ જણાવ્યું હતું કે મુસાફરોને મહત્તમ સુવિધા સુનિશ્ચિત કરવા માટે આ તમામ વિશેષ સેવાઓ માર્ગમાં તમામ સ્ટેશનો પર રોકાશે.