મુંબઈમાં NCB અધિકારીઓને બાતમી મળી હતી કે 20 નવેમ્બરના રોજ એક પ્લેન ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી મુંબઈ આવવાનું હતું
ફાઇલ તસવીર
મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Mumbai NCB)એ મોટી કાર્યવાહી કરી છે. 20 કરોડની કિંમતનું 2.8 કિલો કોકેઈન જપ્ત (Cocaine Worth 20 Crore Seized) કર્યું છે. જૂતામાં છુપાવીને કોકેઈનની દાણચોરી કરતી બે મહિલાઓની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ મહિલા શંકાસ્પદની ઓળખ મરિંડા એસ તરીકે થઈ છે. મરિંડા અને અન્ય એક મહિલા દક્ષિણ આફ્રિકાથી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, કોકેઈન અલગ-અલગ સાઈઝના આઠ પેકેટમાં લાવવામાં આવ્યું હતું. આ માટે ખાસ બે જોડી જૂતા અને બે પર્સમાં કાળજીપૂર્વક કોકેન છુપાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસે સતર્કતા દાખવી કોકેઈનની દાણચોરીનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
મુંબઈમાં NCB અધિકારીઓને બાતમી મળી હતી કે 20 નવેમ્બરના રોજ એક પ્લેન ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી મુંબઈ આવવાનું હતું. તેના દ્વારા કોકેઈનની દાણચોરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ NCBના અધિકારીઓ તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર દોડી ગયા હતા અને સંબંધિત મહિલાને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. અદીસ અબાબાથી ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ પોલીસની ટીમે મહિલાને અટકાવી હતી. આ વખતે તેણીની ઝડતી લેતા લેવામાં આવી હતી. તે સમયે તેમની પાસેથી 2.8 કિલો ઉચ્ચ ગુણવત્તાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કોકેઈન શંકાસ્પદ વસ્તુઓમાં કાળજીપૂર્વક છુપાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, મરિંડા એસ નામની દક્ષિણ આફ્રિકાની મહિલા એરપોર્ટ પર પકડાઈ હતી. વધુ તપાસમાં તેણીએ જણાવ્યું હતું કે કોકેઈન મુંબઈમાં નાઈજીરીયન નાગરિક મુસાને સપ્લાય કરવાનું હતું. વધુ માહિતી મેળવવા માટે ધરપકડ કરાયેલી મહિલાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ NCBના ડિવિઝનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી, મુંબઈમાં ડ્રગની દાણચોરીમાં સંડોવાયેલા ઘણા શકમંદો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. NCB અનેક સ્થળોએ દરોડા પાડીને ડ્રગ્સની દાણચોરી પર કડક કાર્યવાહી કરી રહી છે. 3 ઑક્ટોબરે કસ્ટમ્સની ટીમે મુંબઈ એરપોર્ટ પર રૂા. 9.8 કરોડનું કોકેઈન જપ્ત કર્યું હતું.