Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Monsoon: મુંબઈકર્સ! છત્રી ભેગી જ રાખજો, કાળાં ભમ્મર વાદળાં છવાયાં- હવાની ગુણવત્તા બગડી

Mumbai Monsoon: મુંબઈકર્સ! છત્રી ભેગી જ રાખજો, કાળાં ભમ્મર વાદળાં છવાયાં- હવાની ગુણવત્તા બગડી

Published : 09 October, 2024 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Monsoon: આજે દિવસ દરમિયાન મુંબઈમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા વર્તાઇ રહી છે તેમ જ આજે ભેજવાળા વાતાવરણનો અનુભવ થવાનો છે.

આજે આકાશ વાદળછાયું રહેશે (પ્રતીકાત્મક ફાઇલ તસવીર)

આજે આકાશ વાદળછાયું રહેશે (પ્રતીકાત્મક ફાઇલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. આજે વચ્ચે વચ્ચે તડકો પણ હશે. માટે જ એ પ્રમાણે તમે તમારા દિવસને પ્લાન કરજો
  2. ધીમે ધીમે ફરી મુંબઈના વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા વકરી રહી છે
  3. કાલે પણ ભેજનું પ્રમાણ 74 ટકા સુધી જઈ શકે છે

આજે મુંબઈના હવામાનની વાત કરવામાં આવે તો આજે હળવા વરસાદી ઝાપટાં (Mumbai Monsoon) થવાની શક્યતા છે. આ સાથે જ આજે હવાની ગુણવત્તા પણ `મધ્યમ` હોવાનું નોંધાયું છે. 


આજે શહેરના તાપમાનની વાત કરીએ તો તે 29 °C નોંધાયું છે. આજના દિવસ માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન 27 °C અને 35°C ની આગાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ હવામાં ભેજનું પ્રમાણ સારા એવી જોવા મળ્યું હતું. પવનની ઝડપ 16 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે.



આજે દિવસ દરમિયાન મુંબઈમાં આકાશ વાદળછાયું (Mumbai Monsoon) રહેવાની શક્યતા વર્તાઇ રહી છે તેમ જ આજે ભેજવાળા વાતાવરણનો અનુભવ થવાનો છે. આજે વચ્ચે વચ્ચે તડકો પણ હશે. માટે જ એ પ્રમાણે તમે તમારા દિવસને પ્લાન કરજો. 


આજે મુંબઈમાં હવાની ગુણવત્તા કેવી છે?

આજે મુંબઈમાં વાદળછાયા વાતાવરણ (Mumbai Monsoon) વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પર નજર કરવામાં આવે તો તે 91 સાથે મધ્યમ હોવાનું સામે આવ્યું છે. ધીમે ધીમે ફરી મુંબઈના વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા વકરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. જેને કારણે લોકોના સ્વાસ્થ્ય અપર પણ અસર થવાની શરૂ થઈ ગઈ છે. 


અત્યારે એવાં ઘણા સ્થળો છે જેને હાલમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પર ખૂબ જ ભયજનક રીતે ખરાબ હોવાનું સામે આવ્યું છે. અંતે પર્યાવરણ જોખમાવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સમીર એપ મુજમ સોમવારે મુંબઈનો AQI 121 નોંધાયો હતો. વળી તે મંગળવારે ઘટીને 115 થતાં મધ્યમ શ્રેણીમાં આવ્યો હતો. આ વચ્ચે મુંબઈમાં કેટલાક પરા વિસ્તારોને ખૂબ જ નબળી હવાની ગુણવત્તા સાથે ભયજનક શ્રેણીમાં મુકાયા છે.

Mumbai Monsoon: છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં આ રીતે ઘટાડો થવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે પાછળનું મુખ્ય કારણ તો એ જ કે આ ફેરફાર શુષ્ક હવામાન સાથે જ સ્થિર પ્રદૂષકોને વહન કરતા ભેજથી ભરેલા પવનોને કારણે થયું છે. હવામાન નિષ્ણાતો કહે છે કે ખાસ તો મુંબઈમાં વાયુ પ્રદૂષણ જે રીતે વધી રહ્યું છે તેને કારણે જ ચોમાસું પાછું ઠેલાતું ગયું હતું. આ એક પ્રકારની કુદરતી પ્રક્રિયા જ છે. જોકે, ધીમા પવનો અને ઊંચા તાપમાનને કારણે સપાટીની નજીક જે પ્રદૂષકો હતા તેનું પ્રમાણ વધ્યું અને જેને કારણે ધુમ્મસિયુ વાતાવરણ ઊભું થયું હતું. આખરે આ પ્રક્રિયાને કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો થયો.

આવતીકાલની આગાહીની વાત કરીએ તો મુંબઈમાં તાપમાન નીચું 27.22 °C અને ઉચ્ચ 29.38 °C રહે તેવી શક્યતા છે. અને ભેજનું પ્રમાણ 74 ટકા સુધી જઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK