Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાઓ, વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર

મુંબઈગરાઓ, વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર

Published : 15 September, 2023 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતા બે દિવસ માટે મુંબઈ સહિત થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરીમાં યલો એલર્ટ

ગઈ કાલે સાંજે બાંદરાના કલાનગરમાં વરસાદ તૂટી પડ્યો હતો (તસવીર : નિમેશ દવે)

ગઈ કાલે સાંજે બાંદરાના કલાનગરમાં વરસાદ તૂટી પડ્યો હતો (તસવીર : નિમેશ દવે)


ગઈ કાલે બપોર પછી વરસાદે રમઝટ બોલાવ્યા બાદ આજથી પાંચેક દિવસ વરસાદ ચાલુ રહે એવી શક્યતા મૌસમ વિભાગે વ્યક્ત કરી છે. એથી આવતા બે દિવસ માટે મુંબઈ સહિત થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરીમાં યલો એલર્ટ જ્યારે રવિવારે તો મુંબઈને બાદ કરતા કોંકણના બાકીના જિલ્લઓમાં ઓરંજ એલર્ટ જાહેર કરાયું છે, આમ મુંબઈગરાના મનગમતા બાપ્પા આ વખતે વરસાદને લઇને આવી રહ્યા છે.  


મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ફરી એક વખત બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાઈ રહ્યો છે જેની અસર ઓડિશા સહિત મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ સુધી જોવા મળશે. સાથે જ નૈઋત્યના મૉન્સુનમાં પણ ફેવરેબલ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાથી આવનારા પાંચેક દિવસમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડતા રહે એવી શક્યતા છે જ્યારે કેટલીક જગ્યાએ ગાજવીજ અને ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પણ પડી શકે એવી આગાહી મૌસમ વિભાગે કરી છે. આજ વાત ગુજરાત માટે પણ લાગુ પડે છે. ગઈકાલ બપોર પછી જ અસર વર્તાવવાની ચાલુ થઇ ગઈ હતી અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ એમ ત્રણ જ કલાકના ગાળામાં વિલેપાર્લેમાં સૌથી વધારે ૬૨ એમએમ વરસાદ પડ્યો હતો જ્યારે સાંતાક્રુઝ ૫૯ એમએમ, વસઇ ૨૨ એમએમ, વિરાર ૧૫ એમએમ અને પૂર્વના પરાભાંડૂપમાં બાવન  એમએમ, વિક્રોલીમાં ૫૦ એમએમ અને કુર્લામાં ૪૭ એમએમ વરસાદ નોંધાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK