Mumbai Milk Price Hike: હવે જ્યારે આગામી મહિનાઓથી તહેવારોનો માહોલ જામવાનો છે ત્યારે આ સમાચાર ચિંતામાં મૂકી દે તેવા છે.
દૂધના ગ્લાસની તસવીર
કી હાઇલાઇટ્સ
- 1લી સપ્ટેમ્બરથી દૂધના લિટરનાં જથ્થાબંધ ભાવમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે
- ગયા વર્ષે પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો
- મુંબઈ શહેરમાં દરરોજ 50 લાખ લિટરથી વધુ ભેંસના દૂધનો વપરાશ થઈ રહ્યો છે
સતત વધતી મોંઘવારી વચ્ચે મુંબઈકરોને ફરી ચિંતામાં મૂકી દે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનએ 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો (Mumbai Milk Price Hike) કરવાની જાહેરાત મૂકી છે.
બુધવારે MMPAની જનરલ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો એવો એમ તેના જનરલ સેક્રેટરી કાશમ કાશ્મીરે જણાવ્યું હતું.
ADVERTISEMENT
હવે જ્યારે આગામી મહિનાઓથી તહેવારોનો માહોલ જામવાનો છે ત્યારે ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી વગેરે તહેવારોનાં આગમન પહેલા જ આ સમાચાર ચિંતામાં મૂકી દે તેવા છે. આ સાથે જ બીજી પણ ચિંતા એ છે કે હવે તમામ પ્રકારના દૂધ અને દૂધ સંબંધિત ઉત્પાદનોના ભાવમાં પણ ધરખમ વધારો (Mumbai Milk Price Hike) થઈ શકે છે. જો અમ થશે તો બળતામાં ઘી હોમાશે.
એમએમપીએ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય સી.કે. સિંઘે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ભેંસના દૂધની કિંમત કે જે દેશની વ્યાપારી રાજધાનીમાં 3,000થી વધુ છૂટક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવી રહ્યું છે. તે હવે 87 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89 રૂપિયા પ્રતિ લિટર થવાનું છે. અને તે છ મહિના સુધી અમલમાં રહેશે, ત્યારબાદ MMPA ફરી આ મામલે સમીક્ષા કરશે.
તેઓએ આ બાબતે વધુ ઉમેર્યું હતું કે "1લી સપ્ટેમ્બરથી દૂધના લિટરનાં જથ્થાબંધ ભાવમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. છૂટક ભાવ રૂ. 93 પ્રતિ લિટર અથવા તો રૂ. 98 લિટર સુધી વધવાની (Mumbai Milk Price Hike) ધારણા છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, અને હવે આ બીજીવારનો વધારો થશે. તે વખતે દૂધનો ભાવ રૂ. 85 પ્રતિ લિટરથી વધીને રૂ. 87 પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાને કારણે ગરીબ તેમ જ મધ્યમ વર્ગના પરિવારોના ઘરેલું બજેટને ભારે નુકસાન પહોંચ્યું હતું.
દૂધાળા જાનવરોનાંનો ખોરાક મોંઘો થતાં દૂધનાં ભાવમાં વધારો
એમએમપીએના સભ્યોને જણાયું કે દુધાળા જાનવરો જે ખોરાક કહે છે તેમાં વપરાતા તુવેર, ચણા-ચુની જેવી ખાદ્ય ચીજોના ભાવમાં સરેરાશ 20-25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉપરાંત તેના ભાવમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને ઘાસ જેવા પદાર્થોમાં વધારો થયો હોવાથી દૂધના ભાવમાં વધારો (Mumbai Milk Price Hike) થવો જોઈએ.
અત્યારે જો મુંબઈની વાત કરવામાં આવે તો. મુંબઈ શહેરમાં દરરોજ 50 લાખ લિટરથી વધુ ભેંસના દૂધનો વપરાશ થઈ રહ્યો છે, જેમાંથી 700,000 લિટરથી વધુ MMPA દ્વારા તેની ડેરીઓ, પડોશના છૂટક વિક્રેતાઓ અને શહેરમાં અને તેની આસપાસ ફેલાયેલા ખેતરોની સાંકળ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.