એક ફેબ્રુઆરીથી મેટ્રો 65 કિમી પર કલાકને બદલે 80 કિમીની ઝડપે દોડશે. મેટ્રોની સ્પીડ વધવાથી આ માર્ગના પ્રવાસીઓનો 2 મિનિટનો સમય પણ બચશે અને આ રૂટ પર 24 મિનિટને બદલે 22 મિનિટમાં પ્રવાસ પૂરો થશે.
Mumbai Metro
ફાઈલ તસવીર
ઘાટકોપરથી (Ghatkopar) વર્સોવા વચ્ચે મુંબઈ મેટ્રો (Mumbai Metro) સેવા શરૂ થવાના આઠ વર્ષ બાદ મેટ્રો-1 પ્રશાસને હવે આની સ્પીડ વધારવાનો નિર્ણય લીધો છે. એક ફેબ્રુઆરીથી મેટ્રો 65 કિમી પર કલાકને બદલે 80 કિમીની ઝડપે દોડશે. મેટ્રોની સ્પીડ વધવાથી આ માર્ગના પ્રવાસીઓનો 2 મિનિટનો સમય પણ બચશે અને આ રૂટ પર 24 મિનિટને બદલે 22 મિનિટમાં પ્રવાસ પૂરો થશે. રેકની સમસ્યાથી જૂજતા મેટ્રો 1 પ્રશાસને સ્પીડ વધારીને મેટ્રોની ગતિ વધારવાનો રસ્તો પણ શોધી લીધો છે.
આ છે સમસ્યા
વર્ષ 2014થી ઘાટકોપરથી વર્સોવા વચ્ચે મેટ્રોનું સંચાલન શરૂ થયું. પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યા બાદ પણ મેટ્રો 1ના ભાગે છેલ્લા આઠ વર્ષમાં કોઈ નવું રેક સામેલ થયું નહીં. મેટ્રો પ્રશાસન પાસે કુલ 16 રેક છે. આમાંથી 13 રેકનો ઉપયોગ પ્રવાસીઓને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે એક રેક ઈમરજન્સી સ્થિતિ માટે સ્ટેન્ડબાયમાં હોય છે. તો, 2 રેક મેઇન્ટેનન્સ માટે વર્કશોપમાં રહે છે.
ADVERTISEMENT
દરરોજ 4 લાખ પ્રવાસીઓ
ઘાટકોપરથી વર્સોવા વચ્ચે મેટ્રો શરૂ થયા બાદ રોજના લગભગ 4 લાખ જેટલા પ્રવાસીઓ મેટ્રો દ્વારા પ્રવાસ કરે છે. કોરોના મહામારી બાદ પ્રવાસીઓની સંખ્યા ઘટીને સાડા ત્રણ લાખ થઈ ગઈ હતી. આ વર્ષે 20 જાન્યુઆરીથી મેટ્રોની બે નવી લાઈનો શરૂ થવાથી આનો લાભ મેટ્રો-1 કૉરિડોરને પણ મળી રહ્યો છે. મેટ્રો-7 અને મેટ્રો-2એ કૉરિડોરને કારમે મેટ્રો-1ના પ્રવાસીઓની સંખ્યામાં પણ એક અઠવાડિયામાં જ 27 હજાર પ્રવાસીઓનો વધારો થયો છે. મેટ્રો-1થી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા એકવાર ફરી 4 લાખ પાર કરી ગઈ છે.
આઇડિયા લાગ્યો કામ
પ્રવાસીઓની સંખ્યા વધતા મેટ્રો-1 પ્રશાસન પર મેટ્રોના ફેરા વધારવાનું દબાણ વધવા માંડ્યું. આર્થિક મુશ્કેલીથી જૂજતી મેટ્રો-1એ નવી ટ્રેન ખરીદવાને બદલે સ્પીડ વધારવાની યોજના ઘડી. સ્પીડ વધારીને મેટ્રોના ફેરા વધારવાની શોધી તરકીબ.
આજથી વધ્યા 18 ફેરા
મેટ્રો-1 પ્રશાસને સ્પીડ વધારવાની સાથે જ 18 ફેરા પણ વધારવાનો નિર્ણય લીધો છે. 1 ફેબ્રુઆરીથી મેટ્રો-1 કૉરિડોરના રૂટ પર મેટ્રોની 398 ફેરીનું સંચાલન થશે. 31 માર્ચ સુધી ઘાટકોપરથી વર્સોવા વચ્ચે લગભગ 11 કિમીના રૂટ પર મેટ્રોની 380 ફેરીનું સંચાલન થતું હતું. ફેરી વધવાથી પિક અવર્સમાં હવે 4 મિનિટને બદલે 3 મિનિટ 40 સેકેન્ડ્સમાં જ મેટ્રો અવેલેબલ રહેશે. તો, નૉન પિક અવર્સમાં 5થી 8 મિનિટના અંતરમાં સેવા ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : Photos: ગુલમર્ગમાં હિમસ્ખલન, અનેક લોકોના ફસાયાની શક્યતા
નવી મેટ્રોથી જૂની મેટ્રોની ઝડપ વધારે
મેટ્રો-1ની સ્પીડ વધવાની સાથે જ મેટ્રો-1 મુંબઈથી સૌથી વધારે ઝડપી મેટ્રો બની ગઈ છે. મહામુંબઈ મેટ્રો કૉર્પોરેશનના પ્રવક્તા પ્રમાણે, હાલના સમયમાં મેટ્રો 7 અને મેટ્રો 2 એના રૂટ પર મેટ્રોને વધુમાં વધું 7 કિમીની સ્પીડથી દોડાવવામાં આવે છે, જ્યારે મેટ્રો-1ના રૂટ પર હવે મેટ્રો 80 કિમીની સ્પીડથી દોડશે.