હોલી (Holi 2023)ના તહેવારને ધ્યાને રાખી મુંબઈ મેટ્રો (Mumbai Metro)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેન 15 મિનિટ વહેલી તો કેટલીક યથાવત ટાઈમ મુજબ દોડશે.
Mumbai Metro
પ્રતીકાત્મક તસવીર
હોળી (Holi 2023)ના અવસર પર મુંબઈ મેટ્રો (Mumbai Metro)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7 હોળીના તહેવારના દિવસે કાર્યરત રહેશે. મેટ્રો સવારે 15 મિનિટના અંતરે દોડશે, એમ મહા મુંબઈ મેટ્રો (Mumbai Holi News) ઑપરેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક રિલીઝમાં જણાવાયું છે. આ નિર્ણય યાત્રીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સાંજના સમયે 15:00 કલાકથી મેટ્રો 10 મિનિટના આગળના માર્ગ સાથે દોડશે. પહેલી અને છેલ્લી ટ્રેનના સમયમાં જ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેનો સમય યથાવત જ રહેશે.
ADVERTISEMENT
મુસાફરોને તહેવાર દરમિયાન આરામદાયક અને અનુકૂળ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવા માટે આ શેડ્યૂલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. મુસાફરોને ભલામણ કરવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરવા માટે સમયપત્રકને કાળજીપૂર્વક તપાસી લે.
આ પણ વાંચો: Shab-e-Baraat 2023: પશ્ચિમ રેલવે આ દિવસે દોડાવશે વિશેષ લોકલ ટ્રેન સેવાઓ, જાણો...
`અમે આ તહેવારનું મહત્વ સમજીએ છીએ તેથી મુસાફરોને તેના સ્થળ પર સમયસર પહોચવાની જવાબદારીને પણ સમજીએ છીએ. મુસાફરો સમયસર તેમના સ્થાન પર પહોંચી શકે તે માટે અમે આવો નિર્ણય લીધો છે. MMMOCL મુંબઈકરોને ખાતરી આપે છે કે, સરળ અને મુશ્કેલી મુક્ત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, અમે દરેકને સુખી અને સલામત મુસાફરી આપવા ઈચ્છીએ છીએ. બધાને હોળીના શુભેચ્છા (Happy Holi)શ્રીનિવાસ IAS, CMD, MMMOCLઆવું જણાવ્યું હતું.