આ મહિનાના અંત સુધીમાં મુંબઈ મેટ્રો (Mumbai Metro) 7 અને મેટ્રો 2 એ કૉરિડોરના આખા રૂટ પર મેટ્રો દોડવા માંડશે. આખા રૂટ પર મેટ્રોના શરૂ થવાની સાથે જ પ્રવાસીઓના મેટ્રોમાં પ્રવાસ કરવાની રીત પણ બદલાઈ જશે
Mumbai Metro
પ્રતીકાત્મક તસવીર
આ મહિનાના અંત સુધીમાં મુંબઈ મેટ્રો (Mumbai Metro) 7 અને મેટ્રો 2 એ કૉરિડોરના આખા રૂટ પર મેટ્રો દોડવા માંડશે. આખા રૂટ પર મેટ્રોના શરૂ થવાની સાથે જ પ્રવાસીઓના મેટ્રોમાં પ્રવાસ કરવાની રીત પણ બદલાઈ જશે. હવે પ્રવાસીઓને ટ્રેન બદલીને મેટ્રોમાં પ્રવાસ કરવાનો રહેશે. અંધેરીથી ડીએન નગર કે ડીએન નગરથી અંધેરી સુધીનો પ્રવાસ કરનારા પ્રવાસીઓએ ટ્રેન બદલવી પડશે. અત્યાર સુધી ટ્રેન બદલ્યા વગર જ અંધેરીથી ડીએન નગર સુધીનો પ્રવાસ કરી શકાતો હતો. મેટ્રોના દરકે કૉરિડોર પર અલગ ઉપકરણો અને દરેક લાઈનનું અલગ કોમ્યુનિકેશન સિસ્ટમ હોવાને કારણે હવે આ શક્ય નહીં હોય. આ કારણે મેટ્રોલ 7ના રેક મેટ્રો 2એની લાઈન પર અને મેટ્રો 2એની રેક મેટ્રો 7ની લાઈન પર નહીં દોડે.
મુંબઈકરોને ટૂંક સમયમાં જ નવી મેટ્રો લાઈનની સુવિધા મળી શકશે. અંધેરી (પૂર્વ)થી દહિસર (પૂર્વ) વચ્ચે મેટ્રો-7 અને દહિસરથી ડીએન નગર વચ્ચેની મેટ્રો 2-એ કૉરિડોર બનાવવામાં આવ્યું છે. કુલ 35 કિલોમીટરના રસ્તામાંથી 20 કિમીના રૂટ પર એપ્રિલ, 2022થી મેટ્રો દોડી રહી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી બચેલા રસ્તા પર સીઆરએસની તપાસ ચાલી રહી છે. આગામી કેટલાક દિવસોમાં આ તપાસ પૂરી થવાની આશા છે. જાન્યુઆરીમાં જ મેટ્રોના બધા રૂટ પર મેટ્રો સેવા શરૂ થવાની આશા છે.
ADVERTISEMENT
કારશેડ પણ બદલાશે
મેટ્રો-7 અને મેટ્રો 2-એ કૉરિડોરના ડબ્બાની દેખરેખનું કામ હાલ ચારકોપ ડેપોમાં થઈ રહ્યું છે. એમએમઆરડીએ દ્વારા મંડાલામાં બીજા કારશેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંડાલામાં કારશેડ બનવાથી મેટ્રો 2-એના રેકનું મેઈન્ટેનન્સ ચારકોપને બદલે મંડાલામાં થશે. આ કારશેડમાં મેટ્રો 2-એની સાથે મેટ્રો 2-બીના કોચનું પણ મેઈન્ટેનન્સ કરવામાં આવશે. મંડાલામાં 54 ટકા કારશેડ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. 2024 સુધી આનું નિર્માણ કાર્ય પૂરું થવાનો લક્ષ્ય છે.
ઈન્ટરચેન્જની સુવિધા
એમએમઆરડીએ દ્વારા એમએમઆર ક્ષેત્રમાં મેટ્રોની કુલ 13 લાઈન બનાવવામાં આવી રહી છે. પ્રવાસીઓને સરળતાથી એક લાઈનમાંથી બીજી લાઈન તરફ પહોંચવા માટે કૉરિડોર એક-બીજાને કનેક્ટ કરવામાં આવ્યા છે. દરેક કૉરિડોર પર એક અથવા બે સ્ટેશન કૉમન રાખવામાં આવ્યા છે. કૉમન સ્ટેશન પર ઉતરીને પ્રવાસી પોતાનો આગળનો પ્રવાસ કરી શકે છે.
અત્યાર સુધી આ રીતે ચાલતું હતું કામ
એપ્રિલથી મેટ્રો 7 અને મેટ્રો 2-એ કૉરિડોરના 20 કિમી સુધીના રસ્તા પર મેટ્રો દોડી રહી છે. બન્ને કૉરિડોરનું નિર્માણ એક સાથે થયું છે. આ કારણે બન્ને લાઈનના રૂટ પર લાગેલા ઉપકરણો અને ટ્રેનો વચ્ચે તાલમેલ ગોઠવવા માટે એક જેવી કોમ્યુનિકેશન સિસ્ટમ મૂકવામાં આવી છે. આથી ટ્રેન પ્લેટફૉર્મ પર નક્કી કરેલા સ્થળે ઊભી રહે છે અને દરવાજા ખુલે છે. આ કારણે અત્યાર સુધી મેટ્રો 7 અને મેટ્રો 2-એની ટ્રેન સરળતાથી એકબીજાની લાઈનમાં દોડી રહી છે. MMRDAના અધિકારી પ્રમાણે, આખા રૂટ પર સેવા શરૂ થયા બાદ મેટ્રો 7 અને મેટ્રો 2-એના રેક અલગ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : હવે પ્રાયોરિટી છે ઘાટકોપર સ્ટેશન
બે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની માગ
પશ્ચિમી ઉપનગરના બે મેટ્રો સ્ટેશનોના નામ બદલવાની માગ ઉઠવા માંડી છે. મુંબઈ કૉંગ્રેસના મહાસચિવ સૂર્યકાંત મિશ્રાએ એમએમઆરડીએ કમિશ્નરને પત્ર લખીને આ માગ મૂકી છે. સાથે જ, તેમની માગ ન માનવામાં આવી તો મુંબઈ કૉંગ્રસે દ્વારા આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. મિશ્રાએ કહ્યું કે ગોરેગાંવ પશ્ચિમમાં મેટ્રો સ્ટેશનનું નામ બદલીને `પહાડી ગોરેગાંવ` કરી દેવામાં આવ્યું છે અને ઑર્બિટ મૉલમાં મલાડ લિંક રોડ સ્થિત મેટ્રો સ્ટેશનનું નામ બદલીને `મલાડ લોઅર` કરી દેવામાં આવ્યું છે. સેંકડો સ્થાનિક રહેવાસીઓ પહાડી ગોરેગાંવનું નામ બદલીને `બાંગુર નગર` અને મલાડ લોઅરનું નામ `કસ્તૂરી પાર્ક` કરવાની માગ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે તેમણે આ સંબંધે મુંબઈ વિભાગીય કૉંગ્રેસ તરફથી એમએમઆરડીએ અધિકારી સાથે મુલાકાત કરી તેમને લેખિતમાં અરજીપત્ર સોંપ્યું છે. સાથે જ, પત્રની કૉપી મુંબઈ ઉપનગરના પાલક મંત્રીને પણ મોકલી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે એમએમઆરડીએ તેમની માગ પર વિચાર કરી ટૂંક સમયમાં જ સકારાત્મક નિર્ણય લેશે. જો માગ પૂરી ન થઈ, પહેલા સ્થાનિક નાગરિકોના હસ્તાક્ષર અભિયાન ચલાવશે. પછી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
આ પણ વાંચો : એક મેટ્રો કૅન્સલ ને આ છે હાલત
શું છે કારણ
- મેટ્રોની દરેક લાઈન માટે અલગ-અલગ કોચ મગાવવામાં આવ્યા છે.
- દરેક કૉરિડોરના રૂટ પર લગાડવામાં આવેલા ઉપકરણો પણ જૂદા છે.
- દરેક લાઈનની કૉમ્યુનિકેશન સિસ્ટમ બીજી લાઈનથી જૂદી છે.
- આ કારણે એક લાઈનના રેકથી બીજી લાઈન પર જવાથી કમ્યુનિકેશન સહિત અન્ય મુશ્કેલીઓ આવે છે.