Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રવિવારથી શરૂ થાય એવી શક્યતા

મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રવિવારથી શરૂ થાય એવી શક્યતા

Published : 04 October, 2024 12:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ્રો-૩ના આ ૧૨.૪૪ કિલોમીટરના પહેલા ફેઝમાં કુલ ૧૦ સ્ટેશન આવેલાં છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનો આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સનો પહેલો તબક્કો રવિવારથી ચાલુ કરાય એવી શક્યતા છે.


મેટ્રો-૩ના આ ૧૨.૪૪ કિલોમીટરના પહેલા ફેઝમાં કુલ ૧૦ સ્ટેશન આવેલાં છે. પીક-અવર્સમાં એટલે કે સવારના ૮થી ૧૧ વાગ્યા દરમ્યાન અને સાંજના પાંચથી ૮ વાગ્યા દરમ્યાન દર ૬ મિનિટ ૪૦ સેકન્ડના અંતરે એક ટ્રેન દોડાવવામાં આવશે. જ્યારે એ સિવાયના સમયગાળામાં દર ૧૫થી ૨૦ મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવશે.



હાલ આઠ કોચની સાત ટ્રેન આ માટે ઉપયોગમાં લેવામાં આવશે જે દિવસની દરેક દિશામાં ૪૮ સર્વિસ આપશે. આમ આખા દિવસમાં કુલ ૯૬ સર્વિસ આપવામાં આવશે. સોમવારથી શુક્રવાર રોજ સવારના ૬.૩૦થી રાતના ૧૦.૩૦ સુધી દોડશે, જ્યારે વીક-એન્ડમાં શનિ-રવિ દરમ્યાન સવારના ૮.૩૦થી રાતના ૧૦.૩૦ દરમ્યાન દોડશે. મિનિમમ ભાડું ૧૦ રૂપિયા અને મેક્સિમમ ભાડું ૫૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK