મુંબઈ મેટ્રો 2A અને મેટ્રો 7ને હવે ચીફ કમિશનર ઑૅફ રેલવે સેફ્ટી (CCRS)નું સર્ટિફિકેટ મળતાં એ બન્ને રૂટ પરની મેટ્રો ટ્રેન ૫૦-૬૦ કિલોમીટરની ઝડપે દોડે છે એ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે.
મુંબઈ મેટ્રો
મુંબઈ મેટ્રો 2A અને મેટ્રો 7ને હવે ચીફ કમિશનર ઑૅફ રેલવે સેફ્ટી (CCRS)નું સર્ટિફિકેટ મળતાં એ બન્ને રૂટ પરની મેટ્રો ટ્રેન ૫૦-૬૦ કિલોમીટરની ઝડપે દોડે છે એ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે. આમ ટ્રેનની સ્પીડ વધવાને કારણે સમયમાં ઘટાડો થશે અને પૅસેન્જરોનો સમય બચશે અને પ્રવાસ ઝડપથી થશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા ઑપરેટ કરાતી મેટ્રો 2Aના ડી.એન.નગરથી દહિસર-ઈસ્ટના ૧૮.૬ કિલોમીટર લાંબા રૂટ પર ૧૭ સ્ટેશન આવેલાં છે, જ્યારે મેટ્રો 7ના ગુંદવલીથી દહિસરના ૧૬.૫ કિલોમીટરના રૂટ પર ૧૩ સ્ટેશન છે. બન્ને રૂટ મળીને રોજ અઢી લાખ પૅસેન્જરો એમાં પ્રવાસ કરે છે. અત્યાર સુધી અંદાજે ૧૫ કરોડ લોકોએ આમાં પ્રવાસ કર્યો છે.
ADVERTISEMENT
MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ આ બાબતે કહ્યું કે ‘સ્પીડ પરનું નિયત્રણ હટાવી લેવામાં આવતાં અને CCRS દ્વારા સેફ્ટી-સર્ટિફિકેટ મળવાથી એક મહત્ત્વનો તબક્કો અમે પાર કર્યો છે જે MMRDAની અથાગ મહેનત અને સેફ્ટી સ્ટાન્ડર્ડને પૂરા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સર્ટિફિકેટ મળવાને કારણે હવે અમે અમારા લક્ષ્યને વધુ ઝડપથી હાંસલ કરી શકીશું.’