પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, ઉપનગરીય સેવાઓની કુલ સંખ્યા 1,383થી વધારીને 1,394 કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ રેલવે (Western Railway)એ સોમવારે માહિતી આપી છે કે તે 5 એપ્રિલ, 2023થી ઉપનગરીય વિભાગ પર મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓ વધારશે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, ઉપનગરીય સેવાઓની કુલ સંખ્યા 1,383થી વધારીને 1,394 કરવામાં આવશે.
એક નિવેદનમાં, પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે “મુંબઈ ઉપનગરીય વિભાગમાં મુસાફરી કરતાં મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રાયલ ધોરણે અગિયાર વધારાની 12 ડબાની નોન-એસી લોકલ ટ્રેન સેવાઓ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ વધારાની સેવાઓ 5 એપ્રિલ, 2023થી શરૂ થશે.”
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ, આ વધારાની સેવાઓ સાથે સેવાઓની કુલ સંખ્યા 1,383થી વધીને 1,394 થઈ જશે. ફાસ્ટ સેવાઓ શરૂ કરવામાં આવી છે તે પ્રાયોગિક ધોરણે બોરીવલી (Borivali) અને બાંદ્રા ઊભી રહેશે નહીં. તદનુસાર, હાલની કેટલીક સેવાઓના સમયમાં નાના ફેરફારો થશે.
અપ લોકલનું ટાઈમટેબલ
દરમિયાન, પશ્ચિમ રેલવેએ તાજેતરમાં વધુ છ વધુ 12-ડબા સેવાઓને 15-ડબા સેવાઓમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. એક અખબારી યાદીમાં, પશ્ચિમ રેલવેએ 24 માર્ચે જણાવ્યું હતું કે તેણે વધુ છ 12-ડબા સેવાઓને 15-ડબા સેવાઓમાં રૂપાંતરિત કરી છે. આ સાથે દરેક ટ્રેનની વહન ક્ષમતામાં 25 ટકાનો વધારો થશે.
આ પણ વાંચો: Mumbai: બે છોકરીઓ અને એક છોકરાના સ્ટન્ટને વાયરલ થતો જોઈ પોલીસે કરી ધરપકડ
તેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય વિભાગમાં વધુ સારી ટ્રેન સેવાઓ પ્રદાન કરવા અને વધુ મુસાફરોને સમાવવાની પહેલમાં, પશ્ચિમ રેલવેએ 6 લોકલ ટ્રેન સેવાઓને 12-ડબાથી 15-ડબા સેવાઓમાં બદલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેએ કહ્યું હતું કે આ 6 સેવાઓમાંથી 2 સેવાઓ ફાસ્ટ લાઇન પર છે. આ સેવાઓ 27મી માર્ચ, 2023થી લાગુ થશે.
ડાઉન લોકલનું ટાઈમટેબલ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ અનુસાર, “છ 12-ડબા સેવાઓને 15-ડબા સેવાઓમાં વધારવી એ મુસાફરો માટે એક વરદાન સમાન છે. દરેક ટ્રેનની વહન ક્ષમતા 25 ટકાનો વધારો થશે. પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ 15-ડબા સેવાઓની સંખ્યા 144થી વધીને 150 થશે. આ વધારો મુસાફરોને તેમની સગવડતા અને આરામ માટે વધારાના વધુ જગ્યા આપશે.”