Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવેમાં આજથી વધુ ૧૩ AC લોકલ ટ્રેન ચલાવવામાં આવશે

વેસ્ટર્ન રેલવેમાં આજથી વધુ ૧૩ AC લોકલ ટ્રેન ચલાવવામાં આવશે

Published : 27 November, 2024 11:41 AM | Modified : 27 November, 2024 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાર-ચર્ચગેટ અને ભાઈંદર-ચર્ચગેટ વચ્ચે બે-બે, વિરાર-બાંદરા અને ભાઈંદર-અંધેરી વચ્ચે ૧-૧ AC લોકલ ચલાવવામાં આવશે.

AC લોકલ ટ્રેન

AC લોકલ ટ્રેન


વેસ્ટર્ન રેલવેમાં લોકલ લાઇનમાં આજથી ૧૩ નવી ઍર-કન્ડિશન્ડ (AC) સર્વિસ સામેલ કરવામાં આવશે. આ સાથે જ AC સર્વિસની સંખ્યા ૧૦૯ થશે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનિત અભિષેકે કહ્યું હતું કે ‘AC લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ગિરદી વધી રહી છે એને ધ્યાનમાં રાખીને AC સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ચાલી રહેલી નૉન-AC લોકલ ટ્રેનને ACમાં કન્વર્ટ કરવામાં આવી છે. નવી AC લોકલ ટ્રેન ચર્ચગેટથી વિરાર તરફ  ૭ અને વિરારથી ચર્ચગેટ તરફ ૬ AC લોકલ ટ્રેન વધારવામાં આવી છે.’


વિરાર-ચર્ચગેટ અને ભાઈંદર-ચર્ચગેટ વચ્ચે બે-બે, વિરાર-બાંદરા અને ભાઈંદર-અંધેરી વચ્ચે ૧-૧ AC લોકલ ચલાવવામાં આવશે. આવી જ રીતે ચર્ચગેટથી વિરાર વચ્ચે બે, ચર્ચગેટ-ભાઈંદર, અંધેરી-વિરાર, બાંદરા-ભાઈંદર, મહાલક્ષ્મી-બોરીવલી અને બોરીવલી-ભાઈંદર વચ્ચે ૧-૧ AC લોકલ ચલાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK