તમામ સ્પેશ્યલ લોકલ બધાં સ્ટેશનો પર ઊભી રહેશે
પ્રતીકાત્મક તસવીર
થર્ટીફર્સ્ટ મનાવવા જનારા મુંબઈગરાઓ માટે વેસ્ટર્ન રેલવેએ ખાસ વ્યવસ્થા કરીને મધરાત બાદ ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટની વચ્ચે સ્પેશ્યલ લોકલ રાખી છે. બન્ને દિશામાં લોકલની ચાર-ચાર સ્પેશ્યલ સર્વિસ રાખવામાં આવી છે. ચર્ચગેટથી પહેલી સ્પેશ્યલ લોકલ મધરાત બાદ ૧.૧૫ વાગ્યે ઊપડશે. ત્યાર બાદ બીજી બે વાગ્યે, ત્રીજી ૨.૩૦ વાગ્યે અને ચોથી ૩.૨૫ વાગ્યે નીકળશે. આ જ રીતે વિરારથી પહેલી સ્પેશ્યલ લોકલ મધરાત બાદ સવાબાર વાગ્યે ઊપડશે. ત્યાર બાદ બીજી ૧૨.૪૫ વાગ્યે, ત્રીજી ૧.૪૦ વાગ્યે અને ચોથી ૩.૦૫ વાગ્યે નીકળશે. તમામ સ્પેશ્યલ લોકલ બધાં સ્ટેશનો પર ઊભી રહેશે.