નાગપુર-સીએસએમટી દુરંતો એક્સપ્રેસ, જે લાતુર એક્સપ્રેસની પાછળ ચાલી રહી હતી, તેને લગભગ 20 મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી. કેટલાક કાર્યકરોએ મધ્ય રેલવેના ઓપરેશનલ નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી લાતુર એક્સપ્રેસને સોમવારે સવારે થાણે જિલ્લાના કલવા સ્ટેશન નજીક તેના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુખ્ય લાઇન પર મુંબઈ જતી લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓને અસર થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.