Mumbai Local Train News: મધ્ય રેલવે દ્વારા ચાર જનરલ કોચવાળી 84 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોટરમેનના કૅબિનમાં જનાર બે યુવાનોની પોલીસે ધરપકડ કરી (તસવીર સૌજન્ય: મિડ-ડે)
મધ્ય રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા કામગીરીમાં કસારા સ્ટેશન પર ઊભી રહેલી એક લોકલ ટ્રેનમાં મોટરમેનની કેબિનમાં (Mumbai Local Train News) ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર બે લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના સમગ્ર રેલવે નેટવર્કમાં સલામતી અને સુરક્ષા જાળવવા માટે સેન્ટ્રલ રેલવે આરપીએફ દ્વારા ચાલી રહેલા પ્રયાસોને દર્શાવે છે. મોટરમેનની કેબિનમાં જનાર આ આરોપીઓની ઓળખ રાજા હિમ્મત યરવાલ (20) અને રિતેશ હીરાલાલ જાધવ (18) તરીકે કરવામાં આવી છે અને બંને નાસિકના રહેવાસી છે.
"25 જુલાઈ, 2024 ના રોજ એક આરોપી લોકલ ટ્રેન (Mumbai Local Train News) નંબર 95410 ના મોટરમેનની કેબિનમાં ચડી ગયો હતો. આ ટ્રેનને કસારા સ્ટેશનના પ્લેટફોર્મ ચાર પર પાર્ક કરવામાં આવી હતી. આ કેસમાં બીજા આરોપીએ આ ઘટનાને રેકોર્ડ કરી હતી, અને વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો,"સેન્ટ્રલ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું. "સેન્ટ્રલ રેલવે આરપીએફ ટીમે, સાયબર સેલની મદદથી, આઠ ઑગસ્ટ 2024 ના રોજ નાસિકમાં આ બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ વીડિયો બનાવવા માટે ટ્રેનના મોટરમેનની કેબિનમાં જવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીઓની સીઆર નંબર 1200/24, કલમ 145(બી) અને 147 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપ મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રેલવે પોલીસની (Mumbai Local Train News) આને લીધે અતિક્રમણ અને અનધિકૃત પ્રવેશ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા નીતિને દર્શાવે છે. આ ધરપકડ સાથે રેલવે દ્વારા આગળ પણ આવા કડક પગલાં લેવાની ચેતવણી આપવા,આ આવી છે. તાજેતરમાં, આવી જ ઘણી ઘટનાઓ સામે આવી હતી, જેમાં ઉત્તર રેલવેનો એક કિસ્સો પણ સામેલ છે. ગુલઝાર શેખને વીડિયો બનાવવા માટે રેલવે ટ્રેક સાથે ચેડા કરવા બદલ આરપીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવે પેસેન્જર સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને લોકોને વિનંતી કરે છે કે મુસાફરોની સલામતીને જોખમમાં મૂકનાર, રેલવેની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર અથવા રેલવે કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરે તેવા કૃત્યો કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. અપરાધીઓને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે,” એમ અધિકારીએ કહ્યું હતું.
રેલવેમાં ભારે ભીડનો સામો કરી રહેલા લોકોને સાર સુવિધા આપવા માટે મધ્ય રેલવે દ્વારા ચાર જનરલ કોચવાળી 84 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને (Mumbai Local Train News) વધારવાનો નિર્ણય કર્યો હતો. મધ્ય રેલવે દરરોજ વિવિધ શહેરોથી દેશભરમાં વિવિધ સ્થળોએ લગભગ 180 લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન કરે છે. આ 84 ટ્રેનોની સંશોધિત રચનામાં ચાર જનરલ ક્લાસ કોચ અને એક જનરલ ક્લાસ, લગેજ કમ ગાર્ડની બ્રેક વેન દરેકનો સમાવેશ કરવામાં આવશે. આ 84 ટ્રેનોની યાદીમાં કોણાર્ક એક્સપ્રેસ, વિદર્ભ એક્સપ્રેસ, અમૃતસર એક્સપ્રેસ, ચેન્નાઈ એક્સપ્રેસ, સાકેત એક્સપ્રેસ અને કોચુવેલી સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી અગ્રણી મેલ-એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે.