Mumbai Local Train news: NCP SPના રાજકીય વિરોધને કારણે ઑગસ્ટ 2022 થી આ યોજના અટકી પડી હતી અને વિલંબિત હતી. પાર્ટીના પ્રમુખ શરદ પવારે શહેરમા દોડતી એસી લોકલ ટ્રેનોને સંપૂર્ણ પાછી ખેંચી લેવા અને કામદાર વર્ગના મુસાફરો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરી.
મુંબઈ એસી લોકલ (તસવીર: મિડ-ડે)
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં (Mumbai Local Train news) પ્રવાસ કરનાર લોકો માટે એક મહત્ત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈમાં એસી અને નૉન એસી એમ બે ટ્રેનો દોડાવવામાં આવે છે, અને આ બન્ને ટ્રેનોની ટિકિટ પ્રાઇઝમાં મોટો તફાવત છે અને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનાર લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જેને લીધે અકસ્માત પણ સર્જાઇ રહ્યા છે આ સાથે એસી ટ્રેનને પણ પ્રવાસીઓનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે જેને જોતાં મુંબઈમાં બધી જ લોકલ ટ્રેનોને એસી લોકલમાં ફેરવવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મિડ-ડેના રાજેન્દ્ર આકલેકરે (Mumbai Local Train news) આપેલ અહેવાલ મુજબ “ભાજપ અને મહાયુતિને બહુમતી મળવાથી અને રાજકીય દબાણ સાથે, મુંબઈની લોકલ ટ્રેનોને સંપૂર્ણપણે એસી ફ્લીટમાં રૂપાંતરિત કરવાની યોજનાને વેગ મળી શકે છે. NCP (SP) ના રાજકીય વિરોધને કારણે ઑગસ્ટ 2022 થી આ યોજના અટકી પડી હતી અને વિલંબિત હતી. પાર્ટીના પ્રમુખ શરદ પવારે શહેરમા દોડતી એસી લોકલ ટ્રેનોને સંપૂર્ણ પાછી ખેંચી લેવા અને કામદાર વર્ગના મુસાફરો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ, મધ્ય રેલવેએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને ટાંકીને તેની 10 નવી એસી લોકલ સેવાઓને બંધ કરવી પડી હતી. ત્યારબાદ તમામ લોકલ ટ્રેનોને એસી લોકલમાં બદલવાની યોજના સ્થગિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વંદે મેટ્રો ટ્રેન જે ગુજરાતમાં ભુજ અને અમદાવાદને જોડે છે. વંદે મેટ્રો ટ્રેન જે ગુજરાતમાં ભુજ અને અમદાવાદને જોડે છે. (ફાઇલ તસવીર)
સૂત્રોએ આપેલી માહિતી મુજવ મોટાભાગના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સને હવે વેગ મળશે અને આ કામો ફાસ્ટટ્રેક મોડમાં હાથ ધરવામાં આવશે. "રાજકીય આદેશે આયોજિત પ્રોજેક્ટ્સને વધુ શક્તિ અને માન્યતા આપવામાં આવી છે, અને તે હવે સંપૂર્ણ જોરશોરથી આગળ વધશે," એમ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું. 19 મે, 2023 ના રોજ, રેલવે મંત્રાલયે મુંબઈ રેલવે (Mumbai Local Train news) વિકાસ કોર્પોરેશન (MRVC) - રેલ અપગ્રેડ બોડીને એક શીટ, પાંચ-પોઇન્ટની નોંધ જાહેર કરી તેને મુંબઈની લોકલ ટ્રેનોને સર્વોપરી વંદે મેટ્રો (લોકલ) માં બહેતર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રેનો નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે MRVCએ “મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) 3 અને 3A હેઠળ વંદે મેટ્રો (લોકલ) ની 238 ટ્રેનોની ખરીદી માટે ઓર્ડર આપવો જોઈએ.” શહેરના રેલ નેટવર્કને નવા કોરિડોર અને ટ્રેનો સાથે અપગ્રેડ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા પ્રોજેક્ટને સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
જૂન 2023 માં, MRVC એ MUTP 3 અને 3A હેઠળ વંદે મેટ્રો (લોકલ) (Mumbai Local Train news) ની 238 ટ્રેનોની પ્રાપ્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ જુલાઈ 2023 માં અચાનક ટેન્ડર રદ કરી દીધું. એક નાની નોંધમાં કહેવામાં આવ્યું છે કે, “મેગા-મલ્ટી-કરોડ આંતરરાષ્ટ્રીય ટેન્ડર મુલતવી રાખવામાં આવી હતી,” કોઈ સ્પષ્ટતા આપ્યા વિના. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે રાજકીય સ્તરે અટવાયેલો છે અને તે મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. જેથી મુંબાઈગરાઓની લોકલ ટ્રેનોને જલદી જ વંદે મેટ્રો (લોકલ) ટ્રેનોમાં ફેરવવામાં આવે એવી શક્યતા છે.