Mumbai Local Train News: સેન્ટ્રલ રેલવે પોલીસે દાદર રેલવે બ્રિજ પર કથિત રીતે મહિલાના વાળ કાપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
ફરિયાદી, જે કૉલેજ જઈ રહી હતી, તેણે કાતરનો અવાજ સાંભળ્યો (તસવીર: મિડ-ડે)
મધ્ય રેલવેના દાદર સ્ટેશન (Mumbai Local Train News) પર એક મહિલા સાથે ભયાવહ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દાદર રેલવે સ્ટેશનના બ્રિજ પર એક વ્યક્તિએ મહિલાના (Mumbai Local Train News) વાળ કાપી નાખ્યા હતા, આ મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી. સેન્ટ્રલ રેલવે પોલીસે દાદર રેલવે બ્રિજ પર કથિત રીતે મહિલાના વાળ કાપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે તાત્કાલિક પગલાં લેતા, મધ્ય રેલવે પોલીસે દાદર રેલવે બ્રિજ પર કથિત રીતે 19 વર્ષીય મહિલાના વાળ કાપવા બદલ માનસિક રીતે અસ્થિર વ્યક્તિની ધરપકડ કરી હતી.
પોલીસના (Mumbai Local Train News) જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવાર સાત જાન્યુઆરી 2025 ના રોજ સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. "ફરિયાદી, જે કૉલેજ તરફ જઈ રહી હતી, તેણે કાતરનો અવાજ સાંભળ્યો અને તેને શંકા ગઈ કે કોઈ કંઈક કાપી રહ્યું છે. થોડે દૂર ચાલ્યા પછી, તેણીએ કેટલાક વાળ જોયા અને તેના વાળ તપાસ્યા, તેને લાગ્યું કે કોઈએ તેને કાપી નાખ્યા છે. તે પછી તે એફઆઈઆર નોંધવા માટે પોલીસ પાસે આવી હતી.” આ યુવતીની ફરિયાદને આધારે સેન્ટ્રલ રેલવે પોલીસે એફઆઈઆર નોંધી આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી હતી. અધિકારીએ કહ્યું, "તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે, અને અમે 7 જાન્યુઆરીએ તેની ધરપકડ કરી હતી. અમે હાલમાં આ બાબતની તપાસ કરી રહ્યા છીએ," અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઘાટકોપર સ્ટેશન પર એસી ટ્રેનમાં ચડી ગયો નગ્ન માણસ
સેન્ટ્રલ રેલવેની (Mumbai Local Train News) AC ટ્રેનમાં એક નગ્ન માણસ ચડી જતાં મહિલા પૅસેન્જરોમાં બૂમાબૂમ મચી ગઈ હતી. જોકે એ પછી તે માણસને નીચે ઉતાર્યા બાદ ટ્રેન ચાલુ થઈ હતી. હોમગાર્ડ અને પોલીસને તે માણસ માનસિક રીતે અક્ષમ હોવાનું જણાઈ આવ્યું હતું. ટ્રેન ઊભી રહી ત્યારે દરવાજો ખૂલ્યા બાદ તે માણસ કોચમાં દોડતો આવીને ચડી ગયો હતો અને દરવાજા પાસે જ ઊભો રહી ગયો હતો.
નગ્ન માણસને જોઈને બાજુમાં જ મહિલાઓનો અલાયદો કમ્પાર્ટમેન્ટ હતો જ્યાં અનેક મહિલાઓ હતી તેમણે બૂમાબૂમ મચાવી દીધી હતી. તેમણે બૂમાબૂમ કરીને બાજુના કમ્પાર્ટમેન્ટના પુરુષોને જણાવ્યું હતું અને ચેઇન-પુલિંગ કરવા રિક્વેસ્ટ કરી હતી. કેટલીક મહિલાઓએ તેને નીચે ઉતારી દેવા કહ્યું હતું તો અન્ય એક મહિલાએ ટિકિટ કલેક્ટરને બોલાવવા કહ્યું હતું. AC ટ્રેનમાં ટિકિટ કલેક્ટર હોવાથી તેઓ આવી પહોંચ્યા હતા અને તેમણે તે માણસને ટ્રેનમાંથી ઉતારી દીધો હતો. એ પછી ટ્રેન આગળ નીકળી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.