Mumbai Local Train News: આ અઠવાડિયાના અંતે શરૂ થયેલા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજમાં, કર્નાક બંદર રોડના બીજા લેન ગર્ડરને રેલવે લાઇન ઉપરના પુલ પર દબાણ કરવાનો પ્રોજેક્ટ અને મીઠી નદી પર બાન્દ્રા-માહિમ રેલવે બ્રિજનું પુનર્નિર્માણ શરૂ થઈ ગયું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય રેલવેના મસ્જિદ બંદર સ્ટેશન નજીક કર્નાક બંદર બ્રિજના પુનઃનિર્માણ માટે BMC દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લૉક દરમિયાન કામકાજ કરતી વેખતે એક મજૂર ઘાયલ થયો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનો મોડી પડી હતી. આ સાથે પુલને ગોઠવતી વખતે કોઈ ભૂલ થતાં તે ફાટી ગયો હતો જેને કારણે બ્લૉકના સમયમાં સાડા ચાર કલાક કરતાં વધુના સમયનો વધારો કરવામાં આવ્યો છે. બ્લૉકનો સમય વધી જતાં આ માર્ગની બધી ટ્રેનો મોડી પડી અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમો માટે જતા વહેલી સવારના મુસાફરોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. મીઠી નદી નજીક માહિમ-બાન્દ્રારેલ બ્રિજને બદલવાના કામકાજને કારણે પણ પશ્ચિમ રેલવે માર્ગ પરની ટ્રેનો મોડી પડી રહી છે.
કાર્ય પૂર્ણ થવામાં ખોટી ગોઠવણી અને સંબંધિત વિલંબને કારણે, કર્નાક બ્રિજ સાઇટ પર ટ્રેનો હવે આજે રાત્રે આગળનું કામ ચાલુ રહે ત્યાં સુધી ટ્રેનો 30 કિમીની ઝડપે દોડાવવામાં આવશે. પાંચ બ્લૉકમાંથી આજે પહેલો બ્લૉક લેવામાં આવ્યો છે. બ્લૉક સવારે 5:30 વાગ્યે સમાપ્ત થવાનો હતો પરંતુ સંરેખણ અસંતુલન અને જૅક લપસી જવાથી એક મજૂરને ઇજા થતાં તેને લંબાવવામાં આવ્યો અને કામ સવારે 5 વાગ્યે બંધ કરવું પડ્યું હતું, જેના કારણે બ્લૉકના સમયને આગળ વધારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હાલમાં કર્નાક બંદર રોડના બીજા લેન ગર્ડરને રેલવે લાઇન ઉપરના પુલ પર દબાણ કરવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ઘટનાની પુષ્ટિ કરતા, સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, "કાર્નાક બ્રિજ પર ગર્ડર શરૂ કરવા માટે બીએમસી દ્વારા લેવામાં આવેલ બ્લૉક મોડેથી રદ કરવામાં આવ્યો હતો. ગર્ડર શરૂ કરવામાં કેટલીક સમસ્યાઓ હતી અને પ્રાપ્ત માહિતી મુજબ એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. સબર્બન ટ્રેનોનું કામ ભાયખલાથી દાદર મુખ્ય લાઇન પર અને હાર્બર લાઇન પર વડાલા રોડ પર બ્લૉક પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ છે."
આ અઠવાડિયાના અંતે શરૂ થયેલા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજમાં, કર્નાક બંદર રોડના બીજા લેન ગર્ડરને રેલવે લાઇન ઉપરના પુલ પર દબાણ કરવાનો પ્રોજેક્ટ અને મીઠી નદી પર બાન્દ્રા-માહિમ રેલવે બ્રિજનું પુનર્નિર્માણ શરૂ થઈ ગયું છે અને સપ્તાહના અંત સુધીમાં, બન્ને પ્રોજેક્ટ માટે કામનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાની અપેક્ષા છે. મધ્ય રેલવે પર મસ્જિદ બંદર ખાતે કર્નાક બ્રિજ સાઇટ પર, રેલવે ભાગ પરનું કામ આજે રાત્રે ચાલુ રહેશે અને પાંચ તબક્કાના બ્લૉકમાં પૂર્ણ કરવામાં આવશે જે 3 ફેબ્રુઆરી સુધી ખુલ્લા વેબ ગર્ડર્સ લોન્ચ કરવા માટે ચાલુ રહેશે.