Mumbai Local Train Mega Block News: સેન્ટ્રલ રેલવે, મુંબઈ ડિવિઝન, ૩૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેના ઉપનગરીય વિભાગો પર મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ કામકાજ કરવા માટે મેગા બ્લૉક હાથ ધરશે. આ બ્લૉક સેન્ટ્રલ અને હાર્બર લાઇન બન્ને પરની લોકલ સેવાને અસર
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાને વધુ કારગર બનાવવા માટે રેલવે દ્વારા દર રવિવારે મેગા બ્લૉક લેવામાં આવે છે. માર્ચ 2025ની 30 તારીખે પણ રેલવે પ્રશાસન દ્વારા સમારકામ અને બીજા કામકાજ માટે બ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લૉકને લીધે મધ્ય અને હાર્બર લાઇનની ટ્રેન સેવાઓને અસર થશે. જેથી જો તમે રવિવારે ટ્રેનની મુસાફરી કરવાના છો તો પહેલા આ ટાઈમટેબલ જોઈ લો.
સેન્ટ્રલ રેલવે, મુંબઈ ડિવિઝન, ૩૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેના ઉપનગરીય વિભાગો પર મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ કામકાજ કરવા માટે મેગા બ્લૉક હાથ ધરશે. આ બ્લૉક સેન્ટ્રલ અને હાર્બર લાઇન બન્ને પરની લોકલ સેવાને અસર કરશે, જેના કારણે ટ્રેન ડાયવર્ઝન અને રદ કરવામાં આવશે.
ADVERTISEMENT
સેન્ટ્રલ લાઇન સેવાઓ પર અસર
થાણે-કલ્યાણ સ્લો લાઇન સવારે ૧૧:૦૦ થી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી બ્લૉક
ડાઉન સ્લો/સેમી-ફાસ્ટ ટ્રેનો: મુલુંડથી સવારે ૧૦:૪૩ થી બપોરે ૩:૫૩ વાગ્યા સુધી ઉપડતી ટ્રેનો મુલુંડ અને કલ્યાણ વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે, જે થાણે, કાલવા, મુમ્બ્રા, દિવા અને ડોમ્બિવલી સ્ટેશનો પર પણ ઊભી રેશે. આ ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાનો પર સમય કરતાં લગભગ ૧૦ મિનિટ મોડી પહોંચશે.
અપ સ્લો/સેમી-ફાસ્ટ ટ્રેનો: કલ્યાણથી સવારે ૧૦:૩૬ થી બપોરે ૩:૫૧ વાગ્યા સુધી ઉપડતી ટ્રેન સેવાઓ કલ્યાણ અને મુલુંડ વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે, જે ડોમ્બિવલી, દિવા, મુમ્બ્રા, કાલવા અને થાણે ખાતે રોકાશે. મુલુંડ ખાતે આ ટ્રેનોને અપ સ્લો લાઇન પર ફરીથી ડાયવર્ટ કરવામાં આવશે, જેને લીધે ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન પર 10 મિનિટ મોડી પહોંચે એવી અપેક્ષા છે.
થાણે લોકલ: આ સેવાઓ ડાઉન સ્લો લાઇન પર જ કાર્યરત રહેશે.
સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી CSMT થી ઉપડતી અથવા પહોંચતી બધી સ્લો ટ્રેનો લગભગ 10 મિનિટ મોડી દોડશે.
હાર્બર લાઇનની લોકલ સેવાઓ પર અસર
કુર્લા-વાશી હાર્બર લાઇન સવારે 11:10 - સાંજે 4:10 વાગ્યા સુધી બ્લૉક
ડાઉન હાર્બર લાઇન: સવારે 10:34 થી બપોરે 3:36 વાગ્યા સુધી CSMT થી ઉપડતી વાશી, બેલાપુર અને પનવેલ જતી ટ્રેનો રદ રહેશે.
અપ હાર્બર લાઇન: સવારે 10:16 થી બપોરે 3:47 વાગ્યા સુધી પનવેલ, બેલાપુર અને વાશીથી CSMT તરફ જતી ટ્રેન સેવાઓ પણ રદ કરવામાં આવશે.
મેગા બ્લૉક સમયગાળા દરમિયાન CSMT અને કુર્લા વચ્ચે તેમજ પનવેલ અને વાશી વચ્ચે ખાસ ઉપનગરીય ટ્રેનો દોડાવવામાં આવશે.
બ્લૉક દરમિયાન હાર્બર લાઇનના મુસાફરોને સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ સેક્શન દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
રેલવે લાઇનની માળખાકીય જાળવણી અને મુસાફરોની સલામતી માટે મેગા બ્લૉક હાથ ધરાયો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન તે મુજબ કરે અને આ સમયગાળા દરમિયાન રેલવે વહીવટીતંત્રને સહકાર આપે, એમ અધિકારીએ કહ્યું હતું.

