મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનથી માનવતાને શરમાવનાર ઘટના સામે આવી છે. જણાવવાનું તે એક વ્યક્તિએ હોળીની આગલી સાંજે પોતાની લિવ-ઈન પાર્ટનર પર કેરોસીન છાંટી દીધું અને આગ લગાડીને તેને મારવાનો પ્રયત્ન કર્યો.
Crime News
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનથી માનવતાને શરમાવનાર ઘટના સામે આવી છે. જણાવવાનું તે એક વ્યક્તિએ હોળીની આગલી સાંજે પોતાની લિવ-ઈન પાર્ટનર પર કેરોસીન છાંટી દીધું અને આગ લગાડીને તેને મારવાનો પ્રયત્ન કર્યો.
પીડિતાનું 70 ટકા શરીર બળ્યું
આ મામલે પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મુંબઈના સર જેજે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પીડિતાનું 70 ટકા શરીર બળી ગયું છે અને વિશેષ તો તેનો ચહેરો અને છાતી બળી ગઈ છે. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી 37 વર્ષીય અનીશા પંચાલ નાલાસોપારામાં નર્સનું કામ કરતી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, લૉકડાઉન પહેલા મહિલા અને સંતોષ પંચાલ નામના આરોપીની મિત્રતા થઈ હતી. આરોપી ઑટોરિક્શા ચલાવે છે અને તેની મહિલા સાથે ઘણીવાર બહેસ થતી રહેતી હતી.
તુલિંજ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જણાવ્યું કે નાલાસોપારા પૂર્વના એક અપાર્ટમેન્ટમાં લૉકડાઉન પહેલા બન્નેએ એકસાથે રહેવાનું શરૂ કર્યું. ખબર પડી છે કે આરોપી મહિલા સાથે ઘણીવાર મારપીટ પણ કરતો હતો. તેણે જણાવ્યું કે હોલિકા દહન પહેલા આરોપીની લિવ-ઈન પાર્ટનર સાથે બહેસ થઈ હતી. જેના પછી તેણે એક ગેલન કેરોસીન નાખીને તેને આગ લગાડી દીધી.
પાડોશી અજીત સિંહે જણાવ્યું કે ફ્લેટ પરથી પીડિતાનો અવાજ સાંભળીને અમે ગભરાઈ ગયા હતા. અમે બાલકનીમાંથી આગની જ્વાળાઓ જોઈ. જેના પછી આગ ઓલવવા માટે ધાબડાની મદદ લીધી અને યુવતીને તેમાં લપેટી દીધી.
આરોપી વિરુદ્ધ કેસ દાખલ
નાલાસોપારા પોલીસને ઘટના વિશે ત્યારે ખબર પડી કે જ્યારે મહિલાને એક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. ઘટના વિશે ડૉક્ટરોએ પોલીસને માહિતી આપી. જેના પછી પોલીસે પીડિતાનું નિવેદન નોંધી લીધું.
પોલીસ અધિકારી પ્રમાણે, ડૉક્ટર્સે જણાવ્યું કે મહિલા 70 ટકાથી વધારે બળી ગઈ છે અને તેની સ્થિતિ નાજૂક છે. અમે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 307 હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલ પીડિતાને સારી સારવાર માટે સર જેજે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Mumbai:નશામાં ધૂત શખ્સે કારને મારી ટક્કર, 3 વર્ષની બાળકી ફંગોળાઈને ભેટી મોતને
પરિણીત હતો આરોપી
આરોપી સંતોષ પંચાલની પત્નીએ તેને છોડી દીધો હતો અને પોતાના ત્રણ બાળકોને પણ સાથે લઈ ગઈ હતી. લૉકડાઉનથી બરાબર પહેલા પીડિતા સાથે મિત્રતા થઈ અને તે બન્ને લિવ-ઈનમાં રહેવા માંડ્યા હતા. અનીશા પણ પરિણીત હતી અને તેના ત્રણ બાળકો છે. જો કે, લિન-ઈનમાં રહ્યા બાદ પીડિતાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો.