JEE ઍડ્વાન્સ્ડ પરિણામ: પુણેના ચિરાગ ફલોરે 396માંથી 352 માર્ક્સ મેળવ્યા
દેશભરમાં ટૉપ કરનાર પુણેનો સ્ટુડન્ટ ચિરાગ ફલોર.
જેઈઈ ઍડ્વાન્સ્ડનું રિઝલ્ટ ગઈ કાલે જાહેર થયું હતું, જેમાં આઇઆઇટી બૉમ્બે ઝોનના સ્ટુડન્ટ ચિરાગ ફલોરે (AIR-1) 3૫૨/૩૯૬ સ્કોર સાથે ઑલ ઇન્ડિયામાં ટૉપ કર્યું હતું તો ગર્લ્સમાં કનિષ્કા મિત્તલે (AIR-17) ૩૧૫/૩૯૬ માર્ક્સ સાથે ટૉપ કર્યું. રિઝલ્ટ IIT-દિલ્હીથી જાહેર કરાયું હતું. જેઈઈ ઍડ્વાન્સ્ડની પરીક્ષામાં કુલ ૧.૬ લાખ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કર્યું હતું. કોરોના વાઇરસના કારણે ૯૬ ટકા સ્ટુડન્ટ્સે પરીક્ષામાં ભાગ લીધો હતો. જેઈઈ ઍડ્વાન્સ્ડની પરીક્ષામાં ૧.૫ લાખ સ્ટુડન્ટ્સે જેઈઈ ઍડ્વાન્સ્ડનાં બે પેપર્સમાં ભાગ લીધો હતો જેમાંથી માત્ર ૪૩ હજાર સ્ટુડન્ટ્સને જ સફળતા મળી હતી.
જેઈઈ ઍડ્વાન્સ્ડના રૅન્ક હોલ્ડર સ્ટુડન્ટ્સ JoSAA કાઉન્સેલિંગ માટે રજિટ્રેશન કરી શકશે. જેઈઈ ઍડ્વાન્સ્ડનું રિઝલ્ટ જાહેર થયા બાદ શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે જે સ્ટુડન્ટ્સને ધાર્યા રૅન્ક ન આવ્યા એ લોકોને પણ આગળ ઘણા અવસરો મળશે. સ્ટુડન્ટ્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર એક પરીક્ષાથી જ તેમના વ્યક્તિત્વને સમજી નથી શકાતું. તેમ જ સફળ થયેલા સ્ટુડન્ટ્સને શુભકામનાઓ આપી હતી. હવે JoSAA સીટ અલોકેશન કાઉન્સેલિંગ માટે છ ઑક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
આઇઆઇટી દિલ્હીમાંથી મળેલી માહિતી પ્રમાણે જેઈઈ ઍડ્વાન્સ્ડમાં ટૉપ ૧૦૦ સ્ટુડન્ટ્સમાં આઇઆઇટી બૉમ્બે ઝોનના ૨૪ અને દિલ્હી ઝોનના બાવીસ સ્ટુડન્ટ્સ રહ્યા હતા.