મહાવીર જન્મકલ્યાણકના દિવસે કતલખાનાં અને માંસ-માછલીની દુકાનો બંધ રખાવવા ઝુંબેશ
દેવેન્દ્ર ફડણવીસ
જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો ૧૦ એપ્રિલે ૨૫૫૧મો જન્મકલ્યાણક દિવસ છે ત્યારે રાજ્યનાં તમામ કતલખાનાં, માંસ-માછલી-મરઘીની દુકાનો બંધ રાખવા માટેની માગણી જૈનો દ્વારા કરવામાં આવી છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ વિશે એક પત્ર લખીને મહાવીર જન્મકલ્યાણક દિવસે અહિંસા શા માટે જરૂરી છે એની માહિતી આપી છે. આ ઉપરાંત વધુમાં વધુ જૈનો સરકારને અપીલ કરી શકે એ માટે મુખ્ય પ્રધાનને ઈ-મેઇલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.



