આ સમારોહમાં રંગ તો હશે પણ કોઈ ભીંજાશે નહીં. એવું એટલા માટે કારણકે સમારોહમાં માત્ર સૂકા રંગથી હોળી રમવામાં આવશે અને પાણીનો ઉપયોગ નહીં થાય. એવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મુંબઈકર્સને આ સમારોહના ભાગ બનવું ગમશે કે નહીં.
Holi 2023
પ્રતીકાત્મક તસવીર
બાન્દ્રા (Bandra) કુર્લા (Kurla) કૉમ્પ્લેક્સમાં 7 માર્ચના રોજ એમએમઆરડીએ મેદાનમાં હોળીનું ભવ્ય સમારોહ થશે. જો કે, આ સમારોહમાં રંગ તો હશે પણ કોઈ ભીંજાશે નહીં. એવું એટલા માટે કારણકે સમારોહમાં માત્ર સૂકા રંગથી હોળી રમવામાં આવશે અને પાણીનો ઉપયોગ નહીં થાય. એવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મુંબઈકર્સને આ સમારોહના ભાગ બનવું ગમશે કે નહીં.
જણાવવાનું કે બિઝબેશ એન્ટરટેઈન્મેન્ટના સંસ્થાપક હર્ષિતા શેટ્ટીએ 8 માર્ચના પર્યાવરણની રક્ષા માટે ખાસ રીતે હોળી ઉજવવાની યોજના ઘડી છે. હોળી દરમિયાન મોટા પ્રમાણમાં ખર્ચ થનાર પાણીને બચાવવા માટે આ સમારોહમાં સૂકી હોળી ઉજવવામાં આવશે.
ADVERTISEMENT
સંગીત અને રંગોની જુગલબંદી સાથે ઉજવવામાં આવશે આ તહેવાર
આ મેદાનમાં દસ હજારથી વધારે લોકો આવી શકે છે અને એ પ્રમાણે હોળીના ઉત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ પૂછવા પર કે આટલી મોટી સંખ્યામાં લોકો પાણી વગર હોળી ઉજવવા આવશે તો યુવા ઉદ્યમીએ કહ્યું કે અમારી એવી ધારણા બની ગઈ છે કે હોળી પાણી વગર ન ઉજવી શકાય પણ આ ધારણા ખોટી છે. આપણી પરંપરા પ્રમાણે હોળી રંગોનો તહેવાર છે, પાણીનો નહીં. આથી બિઝબેશને વિશ્વાસ છે કે લોકો ડીજે, સંગીત અને જૈવિક રંગો સાથે આધુનિક શૈલીમાં હોળીનો આનંદ માણશે.
આ પણ વાંચો : સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના પહેલા ભાવિ મહિલા CM, પાર્ટી ઑફિસ બહાર હૉર્ડિંગ
15 લાખ લીટર પાણી ખર્ચ થવાનું અનુમાન
એવું અનુમાન છે કે હોળી રમતી વખતે એક વ્યક્તિ ઓછામાં ઓછું એક બાલદી પાણી વાપરે છે. એક બાલદી પાણી સામાન્ય રીતે 15 લીટરની હોય છે. એવામાં 1.22 કરોડની જનતાવાળા શહેરમાં જો એક ટકા લોકો પણ પાણીવાળી હોળી રમે છે તો આનો અર્થ એ થાય છે કે લગભગ 15 લાખ લીટર પાણી નાળાંમાં વહીને વ્યર્થ જાય છે. એવામાં આખા લાતૂરને જેટલું પાણી મળે છે, તેનાથી ત્રણ ગણું વધારે પાણી મુંબઈમાં વ્યર્થ જશે.