આ ઈમારત તેના પ્રકારની પ્રથમ ગગનચુંબી ઈમારત હશે. તેમાં ઓફિસો, દુકાનો, એક મોલ, એક હોટેલ, 50 બેડની વિશિષ્ટ હોસ્પિટલ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ, એક જિમ, હિટેડ સ્વિમિંગ પૂલ, મનોરંજન કેન્દ્ર, 50 સીટર મૂવી થિયેટર અને બેન્ક્વેટ હોલ હશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના પરેલ (Parel)માં ભારતની સૌથી ઊંચી ઈમારત બનવા જઈ રહી છે. આ ઇમારત 110 માળની હશે. તે યુકે સ્થિત SRAM અને MRAM ગ્રુપ દ્વારા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન કંપનીએ કહ્યું કે મુંબઈના પરેલ-સેવેરી વિસ્તારમાં આવેલી 110 માળની ઈમારતમાં બધું જ હશે. જોકે કંપનીએ હજુ સુધી આ બિલ્ડિંગની લંબાઈનો ખુલાસો કર્યો નથી. આ બિલ્ડીંગ બહુહેતુક હશે.
આ ઈમારત તેના પ્રકારની પ્રથમ ગગનચુંબી ઈમારત હશે. તેમાં ઓફિસો, દુકાનો, એક મોલ, એક હોટેલ, 50 બેડની વિશિષ્ટ હોસ્પિટલ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ, એક જિમ, હિટેડ સ્વિમિંગ પૂલ, મનોરંજન કેન્દ્ર, 50 સીટર મૂવી થિયેટર અને બેન્ક્વેટ હોલ હશે.
ADVERTISEMENT
આર્કિટેક્ટ વેંકટ પિલ્લઈને કોન્ટ્રાક્ટ
અલ્ટ્રા-લક્ઝુરિયસ પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે કંપનીએ વેંકટ પિલ્લાઇ ડિઝાઇન સ્ટુડિયોના જાણીતા આર્કિટેક્ટ વેંકટ પિલ્લઇની મદદ લીધી છે. આ માત્ર અમે અત્યાર સુધી કરેલા કામ માટે માન્યતા જ નહીં પરંતુ અમારી વિવિધ ટીમો અને સ્થાપક સભ્યો માટે વ્યક્તિગત જીત પણ હશે,” SRAM ના ગ્રુપ ડિરેક્ટરે જણાવ્યું હતું. અમે આવી બિલ્ડીંગ બનાવવાની કલ્પના કરી હતી, જે હવે સાકાર થવા જઈ રહી છે.
આ પણ વાંચો:Mumbai: વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધતાં BMCએ જાહેર કરી ખાસ ગાઇડલાઇન, જાણો...
દેશની અત્યાર સુધીની સૌથી ઊંચી ઈમારત પણ મુંબઈમાં છે. અહીંની વર્લ્ડ વન ભારતની સૌથી ઊંચી ઇમારતમાં આવે છે. આ ગગનચુંબી ઈમારતની ઊંચાઈ 919 ફૂટ છે. તેને હવે વર્લ્ડ ટાવર્સ કહેવામાં આવે છે અને તે 17.5 એકર વિસ્તારમાં બનેલ છે. આ સિવાય ઊંચી ઈમારતોમાં વર્લ્ડ વ્યુ અને વર્લ્ડ ક્રેસ્ટ પણ સામેલ છે.