વ્યક્તિએ જ્યારે એસ્કૉર્ટ સાઈટ પર પોતાની પત્ની અને બહેનની તસવીર જોઈ તો તેણે આની માહિતી તે બન્નેને આપી ત્યારે તેમણે જણાવ્યું કે તે આ તસવીર 3થી 4 વર્ષ જૂની છે અને કોઈએ આનો દુરુપયોગ કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મુંબઈના (Mumbai) ખારમાં (Khar) રહેતા એક શખ્સ ઑનલાઈન સાઈટ (Online Site) પર મસાજર શોધી રહ્યો હતો, પણ ત્યારે તેણે કંઈક એવું જોયું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. શખ્સે પત્ની અને પોતાની બહેનની તસવીર (Photo of wife and Sister at Escort Site) એક એસ્કૉર્ટ સાઈટ પર જોઈ. આ મામલે પોલીસે રેશમા યાદવ નામની એક મહિલાની ધરપકડ કરી છે.
પોલીસને શંકા છે કે રેશમા યાદવ તે ગેન્ગના મેમ્બર છે, જે સોશિયલ મીડિયા પરથી કોઈપણ અજાણી સુંદર મહિલાઓની તસવીરોને લઈને તેને એસ્કૉર્ટ અને મસાજ સાઈટ પર અપલોડ કરતી હતી. તે વ્યક્તિએ જ્યારે એસ્કૉર્ટ સાઈટ પર પોતાની પત્ની અને બહેનની તસવીર જોઈ તો તેણે આની માહિતી તે બન્નેને આપી ત્યારે તેમણે જણાવ્યું કે તે આ તસવીર 3થી 4 વર્ષ જૂની છે અને કોઈએ આનો દુરુપયોગ કર્યો છે.
ADVERTISEMENT
તે વ્યક્તિએ જ્યારે સાઈટ પર આપવામાં આવેલા નંબર પર કૉલ કર્યો તો એક મહિલા જેનું નામ રેશમા યાદવ છે તેણે ફોન ઉપાડ્યો અને તેને મુલાકાત માટે ખારમાં એક હોટલની જગ્યા નક્કી કરીને તેને ત્યાં બોલાવ્યો.
આ પણ વાંચો : બોરીવલીના રેલવે પાર્કિંગમાં પાર્ક કરેલા ઍક્ટિવાની ચાવી ભૂલી જતાં ચોરાઈ ગયુ
તે શખ્સ પોતાની પત્ની અને બહેન સાથે તે હોટલ પાસે પહોંચ્યો, જ્યાં તે મહિલાએ તેને મળવા માટે બોલાવી હતી. જ્યારે તે મહિલા ત્યાં પહોંચી તો તે વ્યક્તિની પત્ની અને બહેને તેને પૂછ્યું કે તેણે આ તસવીર ક્યાંથી લીધી અને કેવી રીતે અને આટલી ખરાબ સાઈટ પર કેમ અપલોડ કરી? ત્યારે તે મહિલા તે બન્ને સાથે ઝગડા કરવા લાગી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા માંડી. ત્યારે તે ત્રણેય મહિલાઓને પકડી પાડી અને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા.
આ પણ વાંચો : તારા પર બળાત્કારનો કેસ કરીશ, આમાંથી જો બચવું હોય તો ૫૦ લાખ રૂપિયા આપ
પોલીસે આખી ઘટનાની તપાસ કરી અને તે મહિલાને દોષી ઠેરવતા પોલીસે કેસ નોંધી તે મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ રેશમા યાદવ છે અને હાલ કૉર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી. પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સતર્ક રહે અને મોટાભાગે પોતાની પ્રૉફાઈલ લૉક રાખે.