હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે છતાં ૪ દિવસ ડ્રાય સ્પેલ કહી શકાય.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં આ મૉન્સૂનમાં સીઝનનો ઍવરેજ ૮૦ ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું છે. ગયા વર્ષ કરતાં આ સમયગાળા દરમ્યાન આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે.
આ વર્ષે મૉન્સૂનમાં અત્યાર સુધી પડેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાંથી પાંચ ઑલરેડી છલકાઈ ગયાં છે અને બાકીનાં બે પણ છલકાઈ જશે એવું જણાઈ રહ્યું છે. ૯ ઑગસ્ટ સુધી કોલાબામાં ૨૦૨૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૨૨૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે ૯ ઑગસ્ટ સુધીમાં કોલાબામાં ૧૭૬૦.૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૩૩૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં કુલ ૧૩,૨૫,૧૦૦ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક જમા થઈ ગયો છે. ગયા વર્ષે ૯ ઑગસ્ટ સુધી ૧૧,૮૪,૮૬૧ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક હતો.
ADVERTISEMENT
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે છતાં ૪ દિવસ ડ્રાય સ્પેલ કહી શકાય. હેવી વરસાદની શક્યતા ઓછી છે. ત્યાર પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે, પણ એ વિશે ચોક્કસ આગાહી થઈ ન શકે.