કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નટ્સ ઍન્ડ ડ્રાયફ્રૂટ્સ કાઉન્સિલના પદાધિકારીઓ સમીર હરલાલકા, યશ ગવાળી, સમીર ભાનુશાલી અને દીપક અગ્રવાલ ઉપસ્થિત રહેશે.
પ્રતીકાત્મક તસવીર
દરેક ઇન્ડસ્ટ્રીમાં વ્યક્તિના કામને પ્રોત્સાહન આપવા અવૉર્ડ અને બહુમાન કરવાની પ્રથા છે. એશિયાની સૌથી જૂની મેવા મસાલા માર્કેટ મસ્જિદ બંદરમાં આવી છે. અહીંના મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા ત્રણ દાયકાથી વધુ સમયથી સફળ વ્યાપારની અવિરત સફર કરી રહેલા તમામ માનનીય વેપારીઓને વ્યાપાર રત્ન અવૉર્ડ આપી સહપરિવાર બહુમાન કરવામાં આવશે.
આ સમારંભ આજે ફાઇવસ્ટાર હોટેલ પેનિન્સુલા ગ્રૅન્ડમાં યોજાયો છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નટ્સ ઍન્ડ ડ્રાયફ્રૂટ્સ કાઉન્સિલના પદાધિકારીઓ સમીર હરલાલકા, યશ ગવાળી, સમીર ભાનુશાલી અને દીપક અગ્રવાલ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
સમગ્ર કાર્યક્રમના સંચાલન અને મનોરંજનની જવાબદારી કિશોર ભાનુશાલી (જુનિયર દેવઆનંદ) સંભાળશે.

