Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: ટ્રાન્સજેન્ડર સાથે જબરજસ્તી અપ્રાકૃતિક યૌન સંબંધ બાદ હથિયારથી હુમલો

Mumbai: ટ્રાન્સજેન્ડર સાથે જબરજસ્તી અપ્રાકૃતિક યૌન સંબંધ બાદ હથિયારથી હુમલો

26 December, 2022 05:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટનાની ફરિયાદ પીડિતે પોલીસને કરી. આ મામલે પોલીસે કેસ દાખલ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે એક અધિકારીને રવિવારે આ માહિતી આપી.

પ્રતીકાત્મક તસવીર

Sexual Crime

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra) મુંબઈમાં (Mumbai) એક ટ્રાન્સજેન્ડર સાથે એક વ્યક્તિએ જબરજસ્તી અપ્રાકૃતિક યૌન સંબંધ જોડ્યા. જ્યારે બીજી ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તેને બચાવવા ત્યાં પહોંચી તો આરોપીએ ધારદાર હથિયારથી હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરી દીધી. ઘટનાની ફરિયાદ પીડિતે પોલીસને કરી. આ મામલે પોલીસે કેસ દાખલ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે એક અધિકારીને રવિવારે આ માહિતી આપી.


ન્યૂઝ એજન્સી પ્રમાણે, આ ઘટના મુંબઈના ગોવંડી વિસ્તારની છે. શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પીડિત ટ્રાન્સજેન્ડર પોતાના એક અન્ય સાથી સાથે ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં ત્રણ જણે તેને પકડી પાડ્યો. આરોપી ટ્રાન્સજેન્ડરને પકડીને પોતાની સાથે લઈ ગયો અને જબરજસ્તી તેની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ જોડ્યા.



આ દરમિયાન જ્યારે ટ્રાન્સજેન્ડરનો સાથી તેને બચાવવા ત્યાં પહોંચ્યો તો આરોપીઓએ ધારદાર હથિયારથી તેના પર હુમલો કરી દીધો. આથી બીજા ટ્રાન્સજેન્ડરને પણ ગંભીર રીતે ઈજા પહોંચી. આ ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ત્યાર બાદ પીડિતે ટ્રાન્સજેન્ડરે ઘટનાની ફરિયાદ પોલીસને કરી.


આ પણ વાંચો : Belagavi સીમા વિવાદ: મહારાષ્ટ્રની એક ઈન્ચ જમીન માટે પણ લડશે સરકાર: ફડણવીસનો દાવો

મુંબઈ પોલીસે દરોડા પાડીને આરોપીની કરી ધરપકડ
પોલીસે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધી આરોપીની શોધ શરૂ કરી. પોલીસે દરોડા પાડીને આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 325 હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ ઘટનાને લઈને આરોપીની પૂછપરછ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK