મુંબઈ (Mumbai Fire)ના ઝવેરી બજાર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક પાંચ માળની ઈમારતમાં આગ લાગી હતી.આગની જાણ થતાં 12થી વધુ ફાયર (Mumbai Fire)ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai Fire)ના ઝવેરી બજાર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક પાંચ માળની ઈમારતમાં આગ લાગી હતી. આગની જાણ થતાં 12થી વધુ ફાયર (Mumbai Fire)ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ કાલે રાત્રે 1:38 વાગ્યે બિલ્ડિંગમાં લાગી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. અધિકારીએ જણાવ્યું કે, ઝવેરી બજાર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં આગ લેવલ-3ની હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુંથોડી જ સેકન્ડોમાં, ઇમારત આગ (Mumbai Fire)ની જ્વાળાઓમાં સળગવા લાગી. જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી.આગ કેવી રીતે લાગી તે અંગે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આગ લેવલ 3 ની છે.
આ પણ વાંચો: Mumbai Crime: ક્રૂરતાની તમામ હદ પાર, ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશના ટુકડાં કૂકરમાં ઉકાળ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ 2-3 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આગ ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ હતી અને ચારે બાજુ ફેલાઈ ગઈ હતી.ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સમાં શોર્ટ સર્કિટ આગનું કારણ બની શકે છે. આ આગમાં એક ગોડાઉન પણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડીંગમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને વીજ પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો.
આ અગાઉ અંધેરી(Andheri)માં પણ આગની ઘટના બની હતી. ભોંયરામાં કાર્ડબોર્ડથી ભરેલા જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ તેને લેવલ 3 ની આગ જાહેર કરી. હતી. BMCએ જણાવ્યું હતું કે, આગ અલગ અલગ ભાગોમાં કાર્ડબોર્ડ સ્ટોક્સ સુધી મર્યાદિત હતી. બેઝમેન્ટના એક ભાગના એક ભાગના ભોંયરામાં (અંદાજે 2000-3000 ચોરસ ફૂટ વિસ્તાર) પ્લસ ગ્રાઉન્ડ વત્તા ઉપરના 4 માળની ઇમારત+ ભાગ બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ વત્તા ઉપરના 04 માળના જોડાયેલ બિલ્ડીંગ હતી.
જ્યારે કે ઘાટકોપર-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર આવેલા વાધવાન કૉમ્પ્લેક્સના બુલેવાર્ડ-૧ બિલ્ડિંગના પંદરમા માળે આવેલા એક ફ્લૅટમાં પણ આગ ફાટી નીકળી હતી.ગ્રાઉન્ડ પ્લસ ૨૮ માળના એ બિલ્ડિંગમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ત્રણ ફાયર એન્જિન અને જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.