Mumbai Fire News: નાલાસોપારા પૂર્વના સાડી કમ્પાઉન્ડ વિસ્તારમાં લાગેલી આ આગ કેટરિંગ ગોડાઉનમાં લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.
આગના ભયાવહ વિઝ્યુઅલ્સ
મુંબઈનાં નાલાસોપારા વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના (Mumbai Fire News) સામે આવી છે. અહીં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી. અત્યારે એવાં પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે આ જે આગ ફાટી નીકળી હતી તે રહેણાંક મકાનની અંદર સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી.
ભયાવહ વિઝ્યુઅલ્સ સામે આવ્યા- જુઓ અહીં
ADVERTISEMENT
બુધવારની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં આગના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. આ ઘટનાસ્થળના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં આ આગના ભયાવહ દૃશ્યો જોઈ શકાય છે આને તેના પરથી આ આગ કેટલી વિકરાળ હતી તેનું અનુમાન લગાવી શકાય છે. જુઓ વિડીયો અહીં
વેરહાઉસમાં સામાન હોવાથી આગ વધુ વિકરાળ બની
નાલાસોપારા પૂર્વના સાડી કમ્પાઉન્ડ વિસ્તારમાં લાગેલી આ આગ (Mumbai Fire News) કેટરિંગ ગોડાઉનમાં લાગી હતી. ગોડાઉનમાં ટેન્ટ હાઉસ અને કેટરિંગનો માલ સામાન મૂકવામાં આવેલો હોવાથી આ આગ વધુ વિકરાળ બની હતી. આ સામાનને કારણે આગ ઝપથી ફેલાઈ ગઈ જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ આગ ઓલવવા જહેમત ઉઠાવી
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી ગઈ હતી. આ વિસ્તાર ખૂબ જ ગીચ હોવાથી જવાનોને દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં બહુ જ મુશ્કેલી પડી હતી. આ લોકો આવે એ પહેલા જ સ્થાનિક લોકોએ પોતાના ઘરમાંથી પાણી લાવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર પણ પરિસ્થિતિનું નિરીક્ષણ (Mumbai Fire News) કરવા અને ઈમરજન્સી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવવા માટે ઘટનાસ્થળે આવી ગયા હતા. તેઓએ આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી પરિસ્થિતિણો ચિતાર મેળવ્યો હતો. ઠાકુરે અધિકારીઓને બચાવ પ્રયાસો ઝડપી બનાવવા વિનંતી કરી હતી જ્યારે સ્થાનિકોને ખાતરી આપી હતી કે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. તેમણે આ દરમિયાન જાનહાનિ ટાળવાના મહત્વ પર ભાર મૂક્યો. ઠાકુરે ફાયર વિભાગ અને પોલીસ સાથે નજીકથી કામ કર્યું હતું, તેમણે રહેવાસીઓને ડરી ન જવા અને હિંમતથી કામ લેવાની સલાહ આપી હતી.
આ દુર્ઘટનાને કારણે આસપાસની કેટલીક બિલ્ડિંગને પણ અસર થઈ હતી. ચાર માળની લોડ બેરિંગ બિલ્ડિંગના કેટલાક મકાનો પણ આગ અને ધુમાડાથી ઢંકાઈ ગયા હતા. આસપાસ ધુમાડો જોતાં જ બિલ્ડીંગમાં રહેતા લોકો બહાર આવી ગયા હતા.
બે મકાનોમાં આગ (Mumbai Fire News) લાગી છે એવી માહિતી આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરીને કારણે કહી શકાય કે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આગને કાબૂમાં લેવામાં આવી છે. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગ કઈ રીતે લાગી તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.