Mumbai Fire News: અંબરનાથના આનંદ નગરની ફેક્ટરીમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળતા હોહા થઈ ગઈ હતી
આગની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણેમાં ગઇકાલે રાત્રે એક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ (Mumbai Fire News) ફાટી નીકળી હતી.
ક્યાં અને કેટલા વાગ્યે લાગી હતી આ આગ?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર અંબરનાથના આનંદ નગરની ફેક્ટરીમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળતા હોહા થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે અંબરનાથ, કલ્યાણ, ઉલ્હાસનગર અને બદલાપુરમાંથી ફાયર વિભાગન જવાનોને બોલાવી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના પ્રયાસને અંતે લગભગ સવારે 2:45 વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
જોકે, આગ કઈ રીતે ફાટી નીકળી એ મામલે કોઈ જ કારણ સામે આવ્યું નથી.
૩૮ વર્ષના એક કામદારને ઇજા થઈ- હોસ્પિટલમાં લઈ જવાયો
આ આગ (Mumbai Fire News) લાગવાની ઘટનામાં 38 વર્ષના એક કામદારને ગંભીર ઇજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે અંબરનાથ વિસ્તારમાં આનંદ નગર MIDC (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ) સ્થિત ફેક્ટરીમાં રાત્રે ૧૦ વાગ્યાનીં આસપાસ આગ ફાટી નીકળી હતી.
કૂલિંગ કામગીરી શરૂ – કારણની તપાસ જારી
જે કામદાર ઘાયલ થયો છે તેની વાત કરવામાં આવે તો તેનું નામ અનિલ યાદવ તરીકે સામે આવ્યું છે. આ કામદાર આગ લગવાને (Mumbai Fire News) કારણે દાઝી ગયો હતો. તાબડતોબ તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર અત્યારે આ સ્થળે કૂલિંગ કામગીરી ચાલી રહી છે, અને આગ કી રીતે લાગી છે તેના કારણની શોધ પણ ચાલી જ રહી છે.
ભિવંડીમાં પણ આગની દુર્ઘટના આવી સામે- જાણો તે ઘટના વિષે
થાણેમાંથી એક બીજી આગ લાગવાની ભયાવહ ઘટના વિષે વાત કરીએ તો ભિવંડીમાં શુક્રવારની સાંજે હાઉસિંગ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની બીના બની હતી. લગભગ 4.45 કલાકે લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નહોતી. ભીવંડી વિસ્તારના ફાતિમા નગર વિસ્તારમાં આ આગ લાગવાની ઘટના બની હતી, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું.
આગ બુઝાવવા ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓએ કરી મહેનત
ભિવંડીમાં લાગેલી આ આગ (Mumbai Fire News)ની માહિતી મળતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ તેમજ અન્ય સિવિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. જોકે, આ તમામની સહાયથી ખૂબ જ ઝડપથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (BNMC) ના ત્રણ ફાયર એન્જિન અને કલ્યાણ-ડોમ્બિવલી સિવિક બોડીની એક આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે દોડી આવી હતી.