Mumbai Fire: આગ પર કાબૂ મેળવવા માટે ભિવંડી, કલ્યાણ અને થાણે ફાયર સ્ટેશનના છ ફાયર એન્જિન ઘટના સ્થળે મોલકવામાં આવ્યા હતા.
આગના ભયાવહ વિઝ્યુઅલ્સ
કી હાઇલાઇટ્સ
- ઘટના મુંબઈ-નાસિક હાઈવે પાસે જ બની છે
- ગોડાઉનમાં કેમિકલનો પ્રચંડ માત્રામાં જથ્થો હોવાથી આ આગ વિકરાળ બની હતી
- આ ઘટનાને ‘બ્રિગેડ કૉલ’મી શ્રેણીમાં મૂકવામાં આવી છે
મુંબઈ નજીક ભિવંડી તાલુકાના વાલશિંદ ગામમાં વી લોજિસ્ટિક્સના વેરહાઉસમાં અચાનકથી ભીષણ આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી. આ આગ એટલી વિશાળ હતી કે તેની પર કાબૂ મેળવવા માટે ભિવંડી, કલ્યાણ અને થાણે ફાયર સ્ટેશનના છ ફાયર એન્જિન ઘટના સ્થળે મોલકવામાં આવ્યા હતા.
ભિવંડી એ થાણે જિલ્લાનું એક એવું શહેર છે કે જ્યાં મોટા પ્રમાણમાં કારખાનાઓ અને વેરહાઉસ આવેલા છે. આ મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે. આ શહેર મુખ્યત્વે હેન્ડલૂમ હબ તરીકે ઓળખાય છે. અહીંના ગોદામમાં ઘણીવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.
ADVERTISEMENT
કઈ જગ્યાએ આવેલું છે આ ગોદામ?
પ્રાપ્ત અહેવાલો અનુસાર ભિવંડીના ગોદામમાં લાગેલી આ ભીષણ આગ (Mumbai Fire)ની ઘટના મુંબઈ-નાસિક હાઈવે પાસે જ બની છે. આ આગને કારણે આખેઆખું ગોદામ બળીને ખાખ થઈ ગયું છે. અત્યારે ફાયરના બ્રિગેડના માણસો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ આગ કઈ રીતે લાગી તે વિશે કોઈ જ કારણ સામે આવ્યું નથી. આ ગોડાઉનમાં કેમિકલનો પ્રચંડ માત્રામાં જથ્થો હોવાથી આ આગ વિકરાળ બની હતી.
એવું શું હતું આ ગોદામમાં કે આગ વિકરાળ બની?
જે ગોદામમાં આગ ફાટી (Mumbai Fire) નીકળી હતી ગોદામ વી લોજિસ્ટિક્સનું વેરહાઉસ હતું. તેમાં મોટા પ્રમાણમાં હાઇડ્રોલિક તેલ, કાપડ, પ્લાસ્ટિકની વસ્તુઓ અને રસાયણોનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગના કારણે ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે કુલ કેટલા રૂપિયાના માલનું નુકસાન થયું છે તે સામે આવ્યું નથી. આગનું ચોક્કસ કારણ પણ જાણવા માટે શોધ ચાલુ છે.
મજૂરો કામ કરતાં હતા- સ્થાનિકોને સલામ
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ આગ લાગી ત્યારે કંપનીમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. અગ્નિ જાણ થતાં જ તેઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો કંપની તરફ ધસી આવ્યા હતા અને કંપનીનો ગેટ તોડી અંદર જઈને મજૂરોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
20થી વધુ પાણીના ટેન્કરો વપરાઇ ગયા ત્યારે ઓલવાઈ આગ
એવા પણ અહેવાલ છે કે આ આગ (Mumbai Fire)માં કોઈ જ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ફેક્ટરીમાં પ્રચંડ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. થાણે ફાયર બ્રિગેડની અંદાજે સાત ફાયર એન્જિન, મીરા ભાયંદરની બે અને ભિવંડીની એક ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઘટનાને ‘બ્રિગેડ કૉલ’મી શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ શ્રેણી એટલે કે કે ભયંકર આગ લાગી હોય તેવી ઘટના. રાત્રે 9 વાગ્યા સુધી લાગેલી આગને કાબુમાં લેવા માટે 20થી વધુ પાણીના ટેન્કરોનો ઉપયોગ કરાયો હતો.