Mumbai Fire Incident: આ ઘટના ગ્રાન્ટ રોડના લેમિંગ્ટન રોડ પર બોમ્બે એ-1 રેસ્ટોરન્ટ પાસે સાંજે લગભગ 6:15 વાગ્યાની આસપાસ બની હતી.
બોમ્બે એ-1 રેસ્ટોરન્ટ, લેમિંગ્ટન રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈમાં સાંજે 6.15 વાગ્યે આગ ફાટી નીકળી. (તસવીર: રાજેન્દ્ર બી. અકલેકર)
મુંબઈના ગ્રાન્ટ રોડ ખાતે આવેલી એક બિલ્ડિંગમાં આગ ફાટી (Mumbai Fire Incident) નીકળી. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સાંજે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જોકે સદનસીબે તેમાં કોઈને જાનહાનિ થઈ નથી. તેઓએ જણાવ્યું કે આ ઘટના ગ્રાન્ટ રોડના લેમિંગ્ટન રોડ પર બોમ્બે એ-1 રેસ્ટોરન્ટ પાસે સાંજે લગભગ 6:15 વાગ્યાની આસપાસ બની હતી.
લેમિંગ્ટન રોડ એ શહેરનું વ્યસ્ત બજાર છે જે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર (Mumbai Fire Incident) ઉત્પાદનો માટે ખૂબ જ જાણીતું છે. અગ્નિશમન દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતા તરત જ અધિકારીઓ આગને કાબૂમાં લેવા માટે બે ફાયર ટ્રક સાથે ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. આ આગ નાની હોવાથી તેને ટૂંક સમયમાંથી ઓલવીને કાબુમાં લેવામાં આવી હતી.
ADVERTISEMENT
આગના કારણે ગ્રાન્ટ રોડ રેલ ઓવર બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામ (Mumbai Fire Incident) થયો હતો અને વિસ્તારમાં વાહનવ્યવહારને અમુક પ્રમાણમાં અસર થઈ હતી. જોકે આગને કાબૂમાં લીધા બાદ વિસ્તારમાં પરિસ્થિતિ ફરીથી સામાન્ય થઈ ગઈ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી અને મોટું નુકસાન પણ થયું નથી. આ આગ લાગવા પાછળનું ખરું કારણ હજી સુધી સામે આવ્યું નથી અને તે અંગે હવે નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે.
આ સાથે વધુ એક ઘટનામાં સોમવારે સવારે મુંબઈના બાન્દ્રા (Mumbai Fire Incident) વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ૨૩ સપ્ટેમ્બરની વહેલી સવારે બાન્દ્રાની એક રેસ્ટોરન્ટમાં આ આગ લાગી હતી. બાન્દ્રામાં લુઈસ બેલે બિલ્ડીંગમાં આવેલી મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતા તે બળીને રાખ થઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે ૧.૧૫ વાગ્યે લાગી હતી. અગ્નિશામક દળને સવારે ૧.૨૪ વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટે તરત જ તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અગ્નિશમન દળના અધિકારીઓએ વધુ નુકસાન ન થાય તેની ખાતરી કરી હતી.
તેમ જ બીજી એક આગની ઘટના અંધેરીમાં બની હતી, જેમાં મુંબઈના અંધેરીના પૉશ (Mumbai Fire Incident) વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઈના પણ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી અને રાહત તેમ જ બચા કાર્ય ચલાવવામાં આવ્યું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈના અંધેરી પશ્ચિમમાં ગુરુવારે સવારે એક પૉશ વિસ્તારમાં સ્થિત લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોર બંગલામાં આગ લાગી. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કોઈના ઈજાગ્રસ્ત થવાની કોઈ સૂચના સામે આવી નહોતી.