મુંબઈ(Mumbai)માં ફરી એક આગની ઘટના સામે આવી છે. ભાયખલા (Byculla Fire)વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી
પ્રતીકાત્મક તસવીર
દેશની રાજધાની મુંબઈ(Mumbai)માં અવાર નવાર આગની ઘટનાઓ બનતી રહેતી હોય છે. તાજેતરમાં જ સાઉથ મુંબઈ (South Mumbai)માં દુકાનોમાં ભીષણ આગ લાગી હતી ત્યાં ફરી એક એવી જ ઘટના સામે આવી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈના ભાયખલા (Byculla Fire)વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી.
અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 11.15 વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ક્લેર રોડ પર આવેલી રેસ્ટોરન્ટની ચીમનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ હાજર લોકોમાં અફરાતફરી મચી હતી.
ADVERTISEMENT
નાગરિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ ઈજાના અહેવાલ નથી, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: પતિની હત્યા કરવા બદલ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ
સોમવારે સાંજે દક્ષિણ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી હતી. સુલેમાન ઉસ્માન બેકરીની સામે આવેલી દુકાનમાં સાંજે 6 વાગ્યે લાગેલી આગને ત્રીસ મિનિટ બાદ ફાયર એન્જિન અને પાણીના ટેન્કરની મદદથી કાબુમાં લેવામાં આવી હતી. કોઈને ઈજા થઈ નહોતી અને આગના કારણની તપાસ નાગરિક અને બેસ્ટના અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.